ICC Awards: આઈસીસી 'ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2021' માટે નોમિનેટ થયો અશ્વિન, આ ખેલાડી સાથે ટક્કર

R Ashwin News: ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિન માટે 2021નું વર્ષ શાનદાર રહ્યુ છે. તે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. 
 

ICC Awards: આઈસીસી 'ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2021' માટે નોમિનેટ થયો અશ્વિન, આ ખેલાડી સાથે ટક્કર

નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ને 'આઈસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ એવોર્ડ' માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વર્ષે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપીને ધમાલ મચાવી છે. આઈસીસી પ્રમાણે કુલ 4 ખેલાડીઓને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ ચારેય ખેલાડીઓએ 2021માં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. 

આ ખેલાડીઓને કરવામાં આવ્યા નોમિનેટ
1. આર અશ્વિન (ભારત)
2. જો રૂટ (ઈંગ્લેન્ડ)
3. કાઇલ જેમીસન (ન્યૂઝીલેન્ડ)
4. દિમુથ કરૂણારત્ને (શ્રીલંકા)

આઈસીસીનો આ એવોર્ડ વર્ષ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને આપવામાં આવે છે. આ વર્ષે રવિચંદ્રન અશ્વિન, જો રૂટ, કાઇલ જેમીસન અને દિમુથ કરૂણારત્નેએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આવો આ ખેલાડીઓના પ્રદર્શન પર એક નજર કરીએ. 

1. રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધી આઠ મેચમાં 52 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે તેણે 337 રન પણ બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. અશ્વિને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચમાં કુલ 14 વિકેટ ઝડપી હતી. 

2. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ (Joe Root) આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે અત્યાર સુધી 15 ટેસ્ટ મેચમાં 6 સદીની સાથે 1708 રન બનાવ્યા છે. તે એક કેલેન્ડર વર્ષમાં 1700થી વધુ રન બનાવનાર ત્રીજો બેટર છે. આ પહેલા મોહમ્મદ યૂસુફ અને બીજા નંબર પર વિવિયન રિચર્ડ્સ છે. 

3. ન્યૂઝીલેન્ડનો ખેલાડી કાઇલ જેમીસન (Kyle Jamieson) નું પ્રદર્શન પણ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રહ્યુ છે. તેણે પાંચ મુકાબલામાં 27 વિકેટ હાસિલ કરી છે. જ્યારે તેણે 105 રન પણ બનાવ્યા છે. 

4. શ્રીલંકાના ખેલાડી દિમુથ કરૂણારત્ને (Dimuth Karunaratne) માટે પણ 2021નું વર્ષ સારૂ રહ્યુ છે. આ દરમિયાન તેણે સાત મેચોમાં 902 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી પણ ફટકારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news