ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા આ સ્થળે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, આરામ માટે નવાબોની હતી પહેલી પસંદ

બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા આ સ્થળે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, આરામ માટે નવાબોની હતી પહેલી પસંદ

બનાસકાંઠા: રાજ્યમાં આ વખતે મનમૂકીને વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે ઠેર-ઠેર નદી-નાળા, ચેકડેમો અને ધોધ છલકાયા છે. ત્યારે રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાલનપુર નજીક આવેલી બાલારામ નદી ફરી જીવંત બની છે. બે વર્ષ બાદ યાત્રાધામ બાલારામ મહાદેવના બાલારામ નદીમાં નવા નીરની આવક થઇ છે. નદીઓમાં પાણી આવતા પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે.

બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. જેને પગલે પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પર્યટકો સંખ્યામાં વધારો થયો છે. 

અત્યારે તેની આજુ-બાજુ ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. નજીકમાં આવેલા ધારમાતા પાસેથી પણ આ બાલારામ નદીનું પાણી બાલારામ મહાદેવના મંદિર પાસે આવે છે. શ્રાવણ માસમાં બાલારામમાં શિવભક્તો અને પ્રવાસીઓ મોટાભાગે પિકનિક મનાવવા આવતા હોય છે. કુદરતના સાંનિધ્યમાં આવેલું આ ભક્તિસ્થળ મનને શાંતિનો અનુભવ કરાવે છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળા વૃક્ષોની ચાદર વચ્ચે બાલારામમાં આહલાદક અનુભવ થાય છે. 
balaram-Temple
Gujarat Monsoon: ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર

બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર
બનાસકાંઠાના પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. મહાભારત કાળના 5000 વર્ષ જૂના શિવ મંદિર કહેવાય છે. એવું કહેવાય છે કે પાંડવો પણ આ સ્થળે આવ્યા હતા અને અહીં થોડો સમય રોકાયા છે. આ મંદિર તેના સુંદર સ્થાન માટે જાણીતું છે, તે લીલાછમ હરિયાળીથી ઘેરાયેલા છે અને તેની બાજુ વહેતી નાની નદી છે. કુલ શાંતિ અને શાંતિની લાગણી તે પિકનિક સ્થળ માટે આદર્શ સ્થળ બનાવે છે.
balaram-palace
આ રક્ષાબંધને માણો મીઠાઇમાં પાણીપુરીનો ટેસડો, માર્કેટમાં આવી ગઇ નવા ફ્લેવરવાળી મીઠાઇ, જાણો ભાવ

આરામ માટે અહીં આવતા હતા નવાબો
એવું માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો. ઐતિહાસિક અહેવાલો દાવો કરે છે કે બાલારામ પેલેસ પાલનપુરના 29 મા દાયકામાં, 1922 અને 1936 ની વચ્ચે બંધાવવમા આવ્યો હતો. આ ભવ્ય મહેલની અંદરનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે. આ મહેલનું બાંધકામમાં કુલ 542 ચોરસ મીટરમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહેલની આસપાસ લીલાછમ લીલા જંગલો અને બગીચા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news