ફિલ્મોમાં જોવા મળે તેવી મારામારી ધાનેરામાં થઈ, બે ગ્રૂપ લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા
two group clash in dhanera : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બુધવારે જમીન મામલે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેને કારણે બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા
Trending Photos
Banaskantha news : ધાનેરાના ધરણોધર ગામે જમીન અદાવતમાં બે સમાજના લોકો વચ્ચે ધીંગાણું થયું હતું. ખેતરમાં કામ કરી રહેલા એક પરિવારના લોકો ઉપર ટોળાએ લાકડી ધોકા અને તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડ્યા હતા. તેઓએ પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. બંને સમાજના લોકો વચ્ચે હિંસક મારામારી થતાં 3 મહિલાઓ સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ખેતરમાં ખેલાયેલા ધીંગાણાના વીડિયો વાયરલ થયા છે. ધાનેરા પોલીસે સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બુધવારે જમીન મામલે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેને કારણે બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. ફિલ્મોમાં જોવા મળે તેવી લડાઈ જોવા મળી હતી. જેનો વીડિયો ત્યાં હાજર કેટલાક લોકોએ ઉતાર્યો હતો.
બનાસકાંઠાના ધાનેરામાં જાહેરમાં મારામારી, ધરણોધર ગામમાં જમીનની અદાવતમાં થઈ મારામારી #Banaskantha #Gujarat #fight #ZEE24Kalak pic.twitter.com/Tse72DDz3h
— Zee 24 Kalak (@Zee24Kalak) September 28, 2023
જમીન મામલે થયેલી બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે, બંને જુથ લાકડી અને હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તમામને પહેલા ધાનેરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેના બાદ ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે