CM ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને હળવા અંદાજમાં યાદ અપાવ્યો ભૂતકાળ, કહ્યું; અગાઉ કરી હતી થોડી ધમાલ...'

વડગામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, અમે જ્યારે બોલવા ઉભા થઈએ એ પહેલાં તમને બધાને આ લોકોએ ભાષણ આપીને થકવાઈ દીધા હોય.પણ ભાજપની ગૌરવ યાત્રા હોય ત્યારે થાકવાનું નથી. 

CM ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને હળવા અંદાજમાં યાદ અપાવ્યો ભૂતકાળ, કહ્યું; અગાઉ કરી હતી થોડી ધમાલ...'

અલકેશ રાવ/બનાસકાંઠા: આજે બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના પ્રારંભ કરાયો છે. આ ગૌરવ યાત્રા બે દિવસમાં જિલ્લાની 8 વિધાનસભામાં ફરશે.

ભાજપ દ્વારા નિકાળવામાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રાએ આજે છાપી ખાતેથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો આ યાત્રા કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાનની આગેવાનીમાં બનાસકાંઠામાં પ્રવેશી હતી, જ્યાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને શંકર ચોધરીએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આ યાત્રા વડગામ પહોંચતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમાં જોડાયા હતા.

વડગામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, અમે જ્યારે બોલવા ઉભા થઈએ એ પહેલાં તમને બધાને આ લોકોએ ભાષણ આપીને થકવાઈ દીધા હોય.પણ ભાજપની ગૌરવ યાત્રા હોય ત્યારે થાકવાનું નથી. 

અલ્પેશ ઠાકોરને લઈને ભુપેન્દ્ર પટેલે કહ્યું, વર્ષોથી અમે સાથે બેઠા છીએ, ભલે તેમને વચ્ચે થોડી ઘણી ધમાલ કરી હોય, કામ કરાવવા માટે પણ તે લોકો માટે હોય છે, ભાજપની કાર્ય પદ્ધતિ કામ માટેની છે. ઇલેક્શન હોય ત્યારે માથાકૂટ કેમ થાય તેનો પ્રયાસ અનેક લોકોનો હોય જેમાં જાતિ નાતી વચ્ચે પણ વિવાદ હોય. ભાજપે દરેક ક્ષેત્રે મજબૂત વિકાસનો પાયો નાખ્યો છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો નવો કાર્ય સંકલ્પ આપ્યો. જે યોજના જેને મળવા પાત્ર છે તેને 100 ટકા મળે તેવો પ્રયત્ન કર્યો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક યોજનામાં ઘરમાં ત્રણ કે પાંચને લાભ મળવાનો હોય તો તેમને આપ્યો છે. કોરોનામાં પ્રધાનમંત્રીએ બધાને વેકશીન આપ્યા અને કોઈ ભૂખ્યું ન સુવે તેનું ધ્યાન રાખ્યું. ભાજપની કાર્યપધ્ધતિ જ જુદી છે. કોઈ પાર્ટી સિવાય ભાજપે ખુબ જ કામ કર્યું છે. જે લોકોને પોતાના પરિવારે છોડી દીધા હતા. તેમની સેવા ભાજપના કાર્યકારે કરી છે. ભાજપના દરેક કામો ગર્વ લેવા જેવા છે એટલે આ ગૌરવયાત્રા છે. 

તેમણે ઉમેર્યું કે, અમે કોરોના બાદ સૌથી મોટું બજેટ ગુજરાતને આપ્યું છે..નીતિ આયોગના આંકડા મુજબ આ વખતે ગુજરાત દેશના નંબર 1 છે. વડગામનું કરમાવત તળાવ ભરવા મારા બંગલે બધા આવ્યા હતા તો એમની મુશ્કેલી દૂર કરવા તેની સૈદ્ધાંતિક મંજૂરી અમે આપી દીધી છે અને હજુ પણ કોઈ મુશ્કેલી હશે તો અમે દૂર કરીશું.

જોકે મુખ્યમંત્રીની હળવી રમુજને લઇને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે હું મારા લોકોના કામ કરાવવા માટે આક્રમક બનું છું. મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે. હું આ વખતે રાધનપુરથી ચૂંટણી લડવાની મારી ઈચ્છા છે. મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે. મુખ્યમંત્રીએ અલગ અંદાજમાં મારી વાત કરી પણ હું લોકોના કામ માટે આક્રમક બનું છું.

ભાજપની ગૌરવ યાત્રા વડગામથી મુખ્યમંત્રીની આગેવાનીમાં પાલનપુર પહોંચી હતી. જ્યાં રસ્તામાં અનેક ગામોમાં આ યાત્રાનું સ્વાગત કરાયું હતું. પાલનપુરમાં માર્કેટયાર્ડ ખાતે સભામાં મુખ્યમંત્રીએ ગુજરાતની અને કેન્દ્રની ભાજપની સરકારના અનેક વિકાસના કામોની વાત કરી. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને હજુ આગળ લઈ જવાની અને જનતા માટે અનેક કાર્યો કરવાની વાત કરી હતી. આ યાત્રા ડીસા અને ત્યાર બાદ ધાનેરા અને થરાદ પહોંચશે અને ત્યારબાદ આવતીકાલે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરીને પાટણ પહોંચશે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news