અમદાવાદ : કૃષ્ણનગરમાં પંચર ગેંગના ખૂનીખેલમાં ત્રણની ધરપકડ કરાઈ

અમદાવાદ : કૃષ્ણનગરમાં પંચર ગેંગના ખૂનીખેલમાં ત્રણની ધરપકડ કરાઈ
  • હત્યાની ઘટનાને અંજામ આપતો લાઈવ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં સાતથી આઠ વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે, તેમ છતાં કૃષ્ણનગર પોલીસે માત્ર બે લોકો વિરુદ્ધ જ ગુનો નોંધ્યો

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના કૃષ્ણનગરમાં થોડા દિવસો અગાઉ ખેલાયો હતો ખૂની ખેલ. અમે આપને બતાવા જઈ રહ્યા  છીએ હત્યાના લાઈવ વિડીયો પરંતુ તેની પહેલા અમે તમને એ વાત જણાવી દઈએ કે અમારો ઈરાદો બિલકુલ નથી કે અમે લોકોના મનને વિચલિત કરીએ પરંતુ હત્યાના બનાવ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન એટલેકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થાય છે હત્યા કેસમાં પોલીસે પંચર ગેંગના ત્રણ શખ્સની ધરપકડ કરી છે   ... 

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં આ ખૂની ખેલને અંજામ અપાયો હતો. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક આવેલા ખુલા રોડ ઉપર જાહેરમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે નોંધેલી ફરિયાદમાં હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર, નીશું શાહ સહીત 5 શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધ્રુવરાજ સિંહ ભાટીની હત્યા ગેંગવોરમાં થઇ હોવાનું મનાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે સબ સલામત હૈના પોકળ વાયદાઓ વચ્ચે આ પ્રકારે જાહેરમાં એક યુવકની હત્યા અને તેમાં પણ હત્યા કરતો વીડિયો વાયરલ આરોપીઓએ કર્યો છે. જે ગેંગે યુવકની હત્યા કરી કરી છે એ ગેંગનું નામ છે પંચર ગેંગ. 

આ પણ વાંચો : 58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો, 113 દિવસ કોરોનાની સારવાર લીધી

પંચર ગેમ નામ કેમ પડ્યું 
ખાસ ઈરાદાથી આ ગેંગનું નામ પંચર ગેમ પાડવામાં આવ્યું છે. આ ગેંગ ડિસમિસથી સામેની વ્યક્તિના શરીરમાં ઘા મારે છે. એ પણ એક-બે નહિ, પણ જ્યાં સુધી વ્યક્તિ જીવતો ન જતો રહે ત્યાં સુધી. આ માટે આ ગેંગનું નામ પંચર ગેંગ રાખવામાં આવ્યું છે. 

ahm_murder_zee1.jpg

બનાવની રાત્રે ધ્રુવરાજ સિંહ ભાટી લગ્નમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને રાત્રિ કર્ફ્યુનો સમય શરુ થઇ ચૂક્યો હતો. એ સમયે ધ્રુવરાજ આરોપીના ઘર પાસેથી નીકળ્યો હતો. ત્યારે આરોપીઓએ ધ્રુવને કહ્યું હતું કે, કેમ બાઈક ઝડપી ચલાવે છે અને આ બાબતે આરોપી અને ધ્રુવ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતમાં આ બોલાચાલી મારામારી પર ઉતરી આવી હતી. જેના બાદ તમામે મળીને ધ્રુવને રહેંસી નાંખ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર, નીશું શાહ અને ઉમેશ ચુડાસમાની ધરપકડ કરીને જેલ હવાલે કર્યાં છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારે દિલ ધડકાવી દે તે રીતે યુવકની હત્યા કરવામાં આવી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. 

આ પણ વાંચો : વડોદરામાં લવ જેહાદ : 23 વર્ષની બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવાયા

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પર સવાલો ઉઠ્યા 
હત્યાની ઘટનાને અંજામ આપતો લાઈવ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં સાતથી આઠ વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે, તેમ છતાં કૃષ્ણનગર પોલીસે માત્ર બે લોકો વિરુદ્ધ જ ગુનો નોંધ્યો છે. કૃષ્ણનગર પોલીસે શરૂઆતમાં આઇપીસીની કલમ 307 નો ઉમેરો પણ કર્યો ન હતો. તેમજ મૃત્યુ પામનાર  વ્યક્તિનું ડાઇંગ ડિક્લેરેશન નોંધવાની તસ્દી પણ કૃષ્ણનગર પોલીસે લીધી નથી. જેથી કૃષ્ણનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. તેમજ મૃતકના પરિવારે સ્થાનિક પોલીસ પર આ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતક પર તીક્ષ્ણ હથિયારથી સંખ્યાબંધ ધા ઝીંકયા હોવા છતાં પોલીસે હળવી કલમોથી ગુનો નોંધ્યો છે. તેમજ હત્યાનો પ્રયાસ અને મુતકનું ડેથ ડિકલેરેશન ન નોંધ્યું હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે.

ત્યારે પોલીસ માટે મહત્વની તપાસ એ બની રહેશે કે આ વીડિયો કોણે બનવ્યો છે અને કોના મોબાઈલમાં બનાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પંચર ગેંગના કોઈ સાગરિત દ્વારા જ વીડિયો બનાવાયો છે. જેને વાયરલ કરવામાં આવ્યો છે. પંચર ગેંગની દેહશત લોકોના મનમાં યથાવત રહે તે હેતુથી વીડિયો વાયરલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે મૃતક પણ સગીર હતો તેના પર પણ 15 મારામારીના ગુના નોંધાયેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news