બનુઆઈને મઢડા સોનલધામ મંદિરમાં સમાધિ આપવામાં આવી, પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
બનુઆઈની પાલખી યાત્રા અને સમાધિ સમયે ભારતી બાપુ સહિત અન્ય સાધુ સંતો હાજર રહ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશ ધડુક, આપના નેતા ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, સાહિત્યકાર દેવાયત ખાવડ સહિત અનેક લોકોએ મઢડા પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
Trending Photos
જૂનાગઢઃ સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ સોમવારે 93 વર્ષની ઉંમરે દેવલોપ પામ્યા હતા. આજે તેમની પાલખી યાત્રા યોજવામાં આવી અને ત્યારબાદ તેમને સમાધિ આપવામાં આવી છે. સવારથી બનુઆઈના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મઢડા ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બપોરે પાલથી યાત્રા કાઢવામાં આવી અને સાંજે સમાધિ આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે આવેલા સોનલધામના બનુઆઈ 93 વર્ષની વયે દેવલોક પામ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ ગઢવી ચારણ સમાજ સહિત હજારો ભક્તોમાં શોક પ્રસરી ગયો હતો. મહત્વનું છે કે બનુઆઈ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આજે સવારે લોકો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
બનુઆઈની પાલખી યાત્રા અને સમાધિ સમયે ભારતી બાપુ સહિત અન્ય સાધુ સંતો હાજર રહ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશ ધડુક, આપના નેતા ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, સાહિત્યકાર દેવાયત ખાવડ સહિત અનેક લોકોએ મઢડા પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોણ હતા શ્રી સોનલ માતા..? કેવી રીતે ઓળખાયા?
ચારણ કુળનો મઢડા ગામનો એવો ઈતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં.. પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. ચાર-ચાર પુત્રીઓ પછી પણ પાંચમુ સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં.. પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો. જેટલો આગળની ચાર-ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં.. સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે.
ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ ઠક્કરબાપા આઝાદીકાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર-વિમર્શ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા. જે કોઈપણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે.
શું છે સોનલ ધામનો ઈતિહાસ? કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી ?
મહાભારત વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે. કવિ કુલગુરૂ કાલિદાસે પણ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે. ચાવીસે અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથૃ ભગવાન-પૃથુ રાજાથી માંડીને અલ્લાઉદ્દીન ખિલજી મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમને સનમાન્યા અને વધાવ્યા છે. એવું કહેવાય છે કે જે ચારણ... સાચા અને શુદ્ધ ચારણ છે. તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અને લોકડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર.. ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે. જેમાં તે પિવત્રતતા શુદ્ધતા સ્વમાનતા ખુમારી નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે.
જૂનાગઢના મઢડાવાળી માં સોનલ આઇનું મંદિર ક્યાં આવેલું છે?
મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે મઢડા ગામ... આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે... 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે