ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ચા પીવાની કિંમત 37 લાખ, ફોટોના આપવા પડશે 22 લાખ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે તે પોતાના નિવેદનોને કારણે નહીં પરંતુ તેમની કમાણીથી ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ તેઓ વ્યક્તિગત રીતે લાખો ડોલરની કમાણી કરી રહ્યા છે.
Trending Photos
વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે તે પોતાના નિવેદનોને કારણે નહીં પરંતુ તેમની કમાણીથી ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ તેઓ વ્યક્તિગત રીતે લાખો ડોલરની કમાણી કરી રહ્યા છે.
ફોટો અને ચા પીવાનો કિંમત છે હજારો ડોલર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને ફોટો પડાવવા અને સાથે ચા પીવા માટે તેમના ખિસ્સામાંથી હજારો ડોલર ગુમાવવા પડે છે. રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચા પીવા માટે 37 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. તો બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ સાથે ફોટો પડાવવા માટે 22 લાખ રૂપિયા સુધી ખર્ચ કરવા પડે છે.
પર્સનલ ખાતામાં જાય છે ઇવેન્ટમાંથી મળેલા પૈસા
ડોનાલ્ડ ટ્રમ્પ માટે આયોજિત આ ફંડ રેઈઝિંગ પ્રોગ્રામમાંથી મળેલા પૈસા સીધા તેમના ખાતામાં જાય છે. આ કાર્યક્રમોને તેમની રિપબ્લિકન પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. નોંધનીય છે કે ટ્રમ્પે કોફી ટેબલ બુકમાંથી છેલ્લા એક વર્ષમાં 506 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અન્ય પ્રમુખો પણ કરે છે કમાણી
જો કે, અંગત કાર્યક્રમો દ્વારા પૈસા કમાવવાની રેસમાં માત્ર ટ્રમ્પ જ નથી, અન્ય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓએ પણ પૈસા કમાયા છે. જેમાં બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશનો સમાવેશ થાય છે. બરાક અને તેની પત્ની મિશેલે 489 કરોડ રૂપિયામાં બુક ડીલ કરી હતી. તો બીજી તરફ બિલ અને હિલેરી ક્લિન્ટન ભાષણોમાંથી પૈસા કમાય છે. જ્યોર્જ બુશ પણ તેમના ભાષણોનો સારો ફાયદો મેળવે છે.
બિઝનેસમેન પણ છે ટ્રમ્પ
એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માત્ર કમાણીનું આ સાધન છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ પહેલેથી જ એક સફળ બિઝનેસમેન અને ખૂબ જ અમીર વ્યક્તિ છે. તેમના બિઝનેસમાંથી થનાર કમાણી સામે કેમ્પેનથી મળનાર રકમ કશું જ નથી. તેમના હોટેલ, રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ સહિતના અનેક બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાયેલા છે.
વિવાદો સાથે જૂના સંબંધો
ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર આધિકારિક દસ્તાવેજો ફાડવાનો અને ટોયલેટમાં ફ્લશ કરવાનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે એટલા બધા પેપર ફ્લશ કર્યા કે વ્હાઈટ હાઉસનું ટોઈલેટ જ જામ થઇ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે