બાવળાની બેંક ઓફ બરોડાના કર્મચારીએ પત્નીના ખાતામાં ટ્રાંસફર કર્યા 1.70 કરોડ, ઠગ કર્મચારી ફરાર

ઉચાપત કરનાર બાવળા બેંક ઓફ બરોડા શાખાનો સ્પેશ્યલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કર્મચારી જ છે.

બાવળાની બેંક ઓફ બરોડાના કર્મચારીએ પત્નીના ખાતામાં ટ્રાંસફર કર્યા 1.70 કરોડ, ઠગ કર્મચારી ફરાર

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ ના બાવળા ની બેંક ઓફ બરોડા શાખામાં ૧,૬૯,૭૫,૯૦૨/રૂપિયાની ઉચાપતની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે. ઉલ્લેખનિય છે કે ઉચાપત કરનાર બાવળા બેંક ઓફ બરોડા શાખાનો સ્પેશ્યલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કર્મચારી જ છે.

બાવળાની બેંક ઓફ બરોડા શાખમાં સ્પેશિયલ આસિસ્ટન્ટે પોતાના તેમજ બેંકના બીજા કર્મચારીઓના આઇડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને ગ્રાહકોના ખાતાની એફડી તોડીને અને ગ્રાહકોના બચત ખાતાના બેલેન્સમાંથી 1,69,75,902 તેની પત્નીનાં ખાતામાં ટ્રાન્સફર કરી પૈસા ઉપાડી લીધા હતા. 

બેન્ક ઓફ બરોડા ની વિજિલન્સ ટિમ ના સર્વેલ્સનમાં ધ્યાને આવ્યું કે ભારતી ચુનારા નામના એકાઉન્ટ મા છેલા 3 થી 4 માસમાં મોટી મોટી રકમ વારંવાર જમા થઈ રહી છે. જે શંકાસ્પદ લાગતા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી અને એ એકાઉન્ટ બેન્કના જ કર્મચારી કિરણ ચુનારાની પત્નીનું સામે આવતા વધુ શંકા જતા તપાસ કરવામં આવી હતી. 

અમદાવાદ બેંક ઓફ બરોડાની વિજિલન્સ ડિપાર્ટમેન્ટ ખાતે રિજિઓનલ મેનેજરે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપી કિરણ ચુનારા ફરાર થઈ ગયો છે. ત્યારે બાવળા પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news