સાંભારમાંથી નીકળ્યું ઉંદરનું બચ્ચું, અમદાવાદની એક રેસ્ટોરન્ટની હચમચાવી દેતી ઘટના
Ahmedabad Food : બહારનું જમતા પહેલા સાવધાન.. હવે અમદાવાદના નિકોલમાં સાંભરમાંથી નીકળ્યો ઉંદર.... દેવી ઢોંસા રેસ્ટોરન્ટમાં બનેલી ઘટના બાદ હોબાળો...
Trending Photos
Ahmedabad News : બહારનું ખાતા પહેલા 10 વાર વિચારજો. રોજેરોજ બહારનું જમતા લોકો હવે સાવધાન થઈ જાઓ. કારણ કે, બહારનું ભોજન તમને હોસ્પિટલની પથારીએ લઈ જઈ શકે છે. અમદાવાદના નિકોલમાં સાંભરમાં ઉંદર નીકળ્યો છે. અમદાવાદના દેવી ઢોંસા રેસ્ટોરન્ટમાં સાંભરમાં ઉંદર નીકળ્યો છે. સાંભારમા મૃત ઉંદર પડેલો જોઈ ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા પેલેસના સંભારમાં ઉંદરનું બચ્ચુ નીકળવાનો મામલો ચકચાર મચાવી રહ્યો છે. સમગ્ર કિસ્સો બહાર આવ્યા બાદ AMC ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. AMC ને સ્થળની તપાસ કરતા સ્થિતિ બિન હાઇજેનિક મળી આવી છે. જેથી AMC એ દેવી ઢોંસા પેલેસને ફૂડ સેફટી એક્ટ અંતર્ગત 4 નંબરની નોટિસ પાઠવી છે. નોટિસ મુજબ વેપારીએ પ્રેસ કંટ્રોલનો ફરજીયાત કરાર કરવો પડશે.
દેવી ઢોંસા પેલેસના વેપારીએ ZEE 24 કલાકની વાતચીતમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, 15 દિવસ પહેલા બોપલ અને સાણંદ ખાતે પણ અમારા નામે વેપાર શરુ કરવામાં આવ્યો છે. અમે ત્રાહિત પક્ષને આ મામલે લીગલ નોટિસ પણ આપી છે. તેથી મને શંકા છે કે તેમણે જાણીજોઈને બદલો લેવા આવું કર્યું હોય. મનપા એ એકમ બંધ કરાવવા કાર્યવાહી શરુ કરી છે.
તમે ખાવા-પીવાના શોખીન હશો, બહારથી મંગાવી અનેક વસ્તુ ખાતા હશો. ફુડ પેકેટ કે પછી બહારનો નાસ્તો કરતા જ હશો...પરંતુ હવે બહારનું ખાતા પહેલા સો વખત વિચાર કરજો...કારણ કે ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નામનો જ છે. જે ISI માર્કો લખેલો હોય છે તે માત્ર લખવા ખાતર જ લખેલો હોય છે. બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી. આ દ્રશ્યો આપણા ભારત દેશના છે. શું તમે બહારથી મંગાવેલો આવો ખોરાક ખાઓ છો?...ભોળા ગ્રાહકો સાથે ગુણવત્તાની ગેરંટીના નામે કેવો અત્યાચાર કરાય છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. પહેલા દ્રશ્યો ફુગવાળી જગદીશ ફરસાણની ભાખરવડીના છે...બીજા દ્રશ્યો બેંગાલુરુમાં એમેઝોનમાંથી મંગાવેલા બોક્સમાંથી નીકળેલા જીવતા સાપના છે....તો ત્રીજા દ્રશ્યો ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળેલી બ્લેડના છે. તો મુંબઈમાં આઈસ્ક્રીમમાંથી કપાયેલી આંગળી નીકળ્યા બાદ હવે જામનગરમાં બાલાજીની વેફરમાંથી નીકળેલા દેડકાના છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા
ગુજરાત હોય કે ભારત સરકાર...સરકારમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે...કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે, જ્યારે ગુજરાતમાં કુંવરજી બાવળિયા પાસે આ મંત્રાલય છે...ખબર નહીં સરકારનો આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ વિભાગ છે?...દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની હોય છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી કરતાં નથી તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. સરકારે હવે કંઈ કરવું જ પડશે નહીં તો દેશવાસીઓ ક્યારેય માફ નહીં કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે