BHAVNAGAR: ખેડૂતોની જણસ કરતા પાણી બોટલની કિંમત વધારે, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
Trending Photos
* મીની વેકેશન બાદ યાર્ડ ફરી જણસી થી ઉભરાયા
* સરકાર ટેકાના ભાવે વિવિધ જણસ ની ખરીદી કરે તેવી માંગ
* નીપજના અપૂરતા ભાવોથી ખેડૂતો (farmer) માં ભારે નારાજગી-ખેતી બંધ કરીશું
* વેપારીઓ દ્વારા પુરતો ભાવ યાર્ડમાં ના આપવામાં આવતો હોવાથી ખેડૂતો (farmer) નારાજ
* ખેડૂતો (farmer) પોતાના ઘઉં, તળ, અડદ, બાજરી, ડુંગળી,કાળી જીરી જેવા પાકોને લઇ યાર્ડમાં પહોચ્યા
ભાવનગર : માર્ચ એન્ડીંગ અને હોળી-ધૂળેટીના તહેવારોને લઇ માર્કેટિંગયાર્ડ (Marketing Yard) માં રજાનો માહોલ પૂર્ણ થતા યાર્ડ આજથી ફરી જણસીથી ઉભરાય રહ્યા છે. તહેવારો બાદ ખેડૂતો (farmer) ફરી આજે પોતાની ખેતપેદાશોને વેચાણ માટે લઈને ભાવનગર (Bhavnagar) યાર્ડમાં પહોચ્યા હતા. જયારે પોતાના માલને પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતો (farmer) માં નારાજગી જોવા મળી રહી હતી અને સરકાર પાસે તેના ઉત્પાદન કરેલા માલને ટેકાના ભાવે ખરીદ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
ભાવનગર (Bhavnagar) માં માર્ચ એન્ડીંગ અને હોળી-ધુળેટીના તહેવારોને લઇ પડેલા મીની વેકેશન બાદ માર્કેટયાર્ડમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતો (farmer) પોતાના ખેતરમાં વિવિધ પાકોનો ઉતારો અંતિમ તબક્કામાં હોય ખેડૂતો (farmer) પોતાની નીપજ ને વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે. જેથી યાર્ડમાં ફરી રજાઓ બાદ ખેડૂતો (farmer) પોતાની નીપજ જેમાં ઘઉં, તલ, અડદ, કાળી જીરી, કપાસ, ડુંગળી, બાજરો સહિતના પાકોનો જથ્થો પોતાના કે ભાડે વાહનોમાં વેચાણ માટે ભાવનગર (Bhavnagar) યાર્ડ ખાતે પહોચ્યા હતા. હાલ વેપારીઓ દ્વારા ખેડૂતો (farmer) ના માલની ખરીદી તો કરવામાં આવી રહી છે પરંતુ પૂરતા ભાવો ના મળતા ખેડૂતો (farmer) માં નારાજગી જોવા મળી રહી છે. યાર્ડમાં હાલ અત્યારે જયારે ખેડૂતો (farmer) પોતાનો માલ વેચાણ માટે લાવી રહ્યા છે ત્યારે તેને ખુબ ઓછા ભાવે પોતાના માલને વેચવા મજબુર થવું પડે છે તેમ જણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતો (farmer) ને હાલ પોતાની નીપજનો પુરતો ભાવ ના મળતા નુકશાની સહન કરવી પડી રહી છે તેમ જણાવી રહ્યા છે. યાર્ડમાં ભાવોનો સિલસિલો નિરંતર જળવાતો નથી અને સરકારે જેમાં ટેકાના ભાવો જાહેર કર્યા છે તે મુજબ પણ ખરીદી થતી નથી અથવા પેમેન્ટ ખુબ મોડું મળે છે.
ભાજપ પ્રમુખે મોરચાના પ્રમુખોની કરી જાહેરાત: યુવા ચહેરાઓને સ્થાન સાથે પ્રદીપસિંહ વાઘેલાના કદમાં વધારો
જેથી આ ખેતી હવે ખેડૂતો (farmer) ને નથી પરવડી રહી તેમ જણાવી રહ્યા છે તો અન્ય યુવા ખેડૂત પણ પોતાની મહેનત મુજબ ફળ એટલેકે આવક થાય તો આજનો યુવાન ફરી ખેતીકામ માં જોડાશે બાકી જો આવી જ રીતે ભાવો પર કોઈ અંકુશ નહિ હોય અને વેપારીઓ મનફાવે તેવા નીચા ભાવે માલ ખેડૂત પાસેથી ખરીદી કરશે તો યુવા ખેડૂત ખેતી કામમાં કેમ ટકી શકશે તેવા સવાલો પણ ઉભા કાર્ય હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સારા વરસાદ બાદ જમીનમાં તળ માં પાણી પણ ટકી રહેતા પાક તો સારો થયો છે, પરંતુ ભાવો અપૂરતા મળતા ખેડૂતો (farmer) ને તેની મહેનત માથે પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે