marketing yard

બિચારો ખેડૂત બધે જ બિચારો! JETPUR માં માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે નહી વેપારીઓ માટે બનાવાયું?

માર્કેટીંગ યાર્ડ એટલે ખેડૂતોની જણસી વેચવા માટેનું સ્થળ માનવામાં આવે છે. અહીં ખેડૂતો માટે પૂરતી સગવડતા આપવામાં આવે છે, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અહીં યાર્ડ વેપારીઓ માટે બનાવ્યું હોય તેવું લાગે છે, કારણ કે અહીં ખેડૂતોની જણસી રાખવા અને વેચાણ માટે જે ઉતારવામાં આવે છે. આ શેડમાં વેપારીઓએ પોતાની ખરીદેલ જણસી રાખીને વેપારીઓએ કબ્જો કરી લીધો છે.

Dec 18, 2021, 05:31 PM IST

હવે વંથલીની કેસર કેરી આવી બજારમાં, વાવાઝોડાને કારણે કિંમતમાં થયો ઘટાડો

હવે કેસર કેરીની સિઝન પૂરી થવા પર છે. દર વર્ષે બજારમાં છેલ્લે આવતી વંથલીની કેસર કેરીની આવક હવે શરૂ થઈ ગઈ છે. પરંતુ વાવાઝોડાને કારણે તેના ઉત્પાદન અને ભાવ પર મોટી અસર પડી છે.  

Jun 6, 2021, 04:47 PM IST

BHAVNAGAR: ખેડૂતોની જણસ કરતા પાણી બોટલની કિંમત વધારે, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો

* મીની વેકેશન બાદ યાર્ડ ફરી જણસી થી ઉભરાયા
* સરકાર ટેકાના ભાવે વિવિધ જણસ ની ખરીદી કરે તેવી માંગ
* નીપજના અપૂરતા ભાવોથી ખેડૂતો (farmer) માં ભારે નારાજગી-ખેતી બંધ કરીશું
* વેપારીઓ દ્વારા પુરતો ભાવ યાર્ડમાં ના આપવામાં આવતો હોવાથી ખેડૂતો (farmer)  નારાજ

Apr 2, 2021, 06:37 PM IST

Patan: રાયડાના પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ, કહ્યું- મહેનત માથે પડી

પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ થઈ જવા પામી છે પરંતુ ખેડૂતોને   પોષણ ક્ષમ ભાવો ન મળતા કફોડી હાલત બનવા પામી છે. 

Mar 11, 2021, 06:27 PM IST

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની પુષ્કળ આવક, વેપારીઓ ટેકા કરતા ઓછા ભાવે કરી રહ્યા છે માંગણી

* જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તુવેરની આવક શરૂ 
* યાર્ડમાં દરરોજ ત્રણ થી ચાર હજાર ગુણી તુવેરની આવક
* યાર્ડમાં ખુલ્લી હરરાજીમાં એક હજારથી વધુનો ભાવ
* સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવાની પ્રક્રિયા શરૂ   
* 1200 રૂપીયા ટેકાના ભાવ પરંતુ હજુ સુધી ખેડૂતો નથી આવતાં

Feb 4, 2021, 11:31 PM IST

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાખો મણ નવી ડુંગળીની આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. તો આજે ખેડૂતો પોતાની ડુંગળી લઈને યાર્ડે પહોંચી ગયા હતા. આજે યાર્ડમાં આશરે એક લાખ બોરી જેટલી ડુંગળીની આવક થઈ છે. 

Jan 27, 2021, 04:56 PM IST

Bharat Bandh: ખેડૂતોના સમર્થનમાં રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડ આવતીકાલે બંધ રહેશે

ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આવતીકાલે બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. 
 

Dec 7, 2020, 11:15 AM IST

જામનગર : ટેકાના ભાવ કરતા વધારે કિંમત મળતા માર્કેટિંગ યાર્ડમાં કાગડા ઉડ્યા

* જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો ફિયાસ્કો
* પ્રથમ દિવસે સવાર સુધી એક પણ ખેડૂત મગફળી વેચવા આવ્યા નહીં
* ખુલ્લી બજારમાં 1400 થી વધુ ના ભાવ મળતા ટેકાના ભાવે મગફળી ખરીદીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર 
* ઓનલાઇન નોંધણી કરાવવી હોવા છતાં ખેડૂતોએ પોતાની મગફળી વહેંચી નહીં

Oct 26, 2020, 05:40 PM IST

રાજકોટ: કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય

રાજકોટમાં કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ ટામેટા, તરબૂચ, અને વટાણાની આંતરરાજ્ય આવક બંધ કરવામાં આવી છે. આવતી કાલથી એક સપ્તાહ માટે આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

May 10, 2020, 09:53 AM IST
Samachar Gujarat: Peanuts Scam In Bhesan After Junagadh PT19M58S

સમાચાર ગુજરાત: જૂનાગઢ બાદ હવે ભેસાણમાં મગફળી કાંડની આશંકા

જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.

Feb 4, 2020, 08:50 PM IST
Peanut Scandal: CCTV Footage Of Bhesan Marketing Yard PT4M30S

મગફળી કાંડ: ભેસાણ માર્કેટિંગ યાર્ડના CCTV ફૂટેજ આવ્યા સામે

જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.

Feb 4, 2020, 07:00 PM IST
Cotton auction close at Rajkot PT1M40S

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી વેપારીઓ દ્વારા બંધ

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા કપાસની મજૂરીમાં 10 ટકા વધારો કરવામાં આવ્યો જેનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી કપાસની હરાજી બંધ છે અને હરાજી બંધ રહેતા કપાસની આવક પણ બંધ કરવામાં આવી છે. હરાજી ફરી શરૂ કરવા આજે 11 વાગ્યે યાર્ડના સત્તાધીશો દ્વારા વેપારીઓ સાથે મિટિંગ બોલાવવામાં આવી છે.

Jan 27, 2020, 11:20 AM IST

માર્કેટિંગયાર્ડના પૂર્વ ચેરમેન કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયા

* કોંગ્રેસ છોડી એનસીપી માં પ્રવેશ કરતા ભીખાભાઈ જાજડીયા
* લાંબા સમયથી કોંગ્રેસમાં તેની અવગણના કરવામાં આવી રહી હતી
* આજે તેઓએ શંકરસિંહના હાથે એનસીપી નો ખેસ ધારણ કર્યો
* ભાજપના અમુક કાર્યકરો પણ એનસીપી માં જોડાયા
* આવનારી ચુંટણીઓમાં સ્વતંત્ર હાથે લડશે જંગ

Jan 25, 2020, 09:21 PM IST

CAAના સમર્થનમાં વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે મહાસંમેલન યોજાયું

વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે CAA નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત  ગિરસોમનાથ જિલ્લાનું સંમેલન યોજાયું. જેમા મુખ્ય વક્તા તરીકે કીસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. CAA  નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત  ગિર સોમનાથ જિલ્લાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. કેન્દ્રની મોદી સરકારે આ મહત્વના નિર્ણયને સંમેલનમાં ઉપસ્થિત સૌ લોકોને યોગ્ય માર્ગદર્શન આપી રજુ કરેલ મુખ્ય વક્તા બાબુભાઇ જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે, CAA  નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં સૌ ભારતીયો એક પત્ર લખી સમર્થનમાં સહભાગિ બંને તેવી અપીલ કરી છે. આ સંમેલનમાં સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી રાજેશભાઇ ચુડાસમા સહીત પાર્ટીના તમામ પદાધિકારીઓ, પ્રબુદ્ધ  નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, હાજર રહ્યા હતા. 

Dec 27, 2019, 08:32 PM IST
Farmers Swoosh In Keshod Marketing Yard Of Junagadh PT3M7S

જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો

જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો

Dec 25, 2019, 04:40 PM IST
0612 Desh pradesh. PT21M24S

દેશ પ્રદેશ: ડુંગળીનાં ભાવ વધતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રેલમછેલ....

દેશ પ્રદેશ: ડુંગળીનાં ભાવ વધતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રેલમછેલ થઇ ગઇ છે. આટલા મોટા પ્રમાણમાં ડુંગળી ક્યાંથી આવી

Dec 6, 2019, 10:00 PM IST
0612 Precipitation forecast for next time PT1M1S

જો આ વીડિયો નહી જુએ તો સરકાર અને ખેડૂતોને થશે કરોડોનું નુકસાન...

જો આ વીડિયો નહી જુએ તો સરકાર અને ખેડૂતોને થશે કરોડોનું નુકસાન. કારણ કે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદન વેચવા માટે લવાયેલું છે. સરકાર દ્વારા ખરીદાયેલું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં પડ્યું છે. કમોસમી વરસાદ જો પડે તો ખેડૂત અને સરકાર બંન્નેનું ખુબ મોટા પાયે નુકસાન જઇ શકે છે.

Dec 6, 2019, 08:20 PM IST
Cotton and peanuts are Came in the marketing yard. PT1M55S

રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ

રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ થઇ ચુકી છે. જો કે આ વખતે મગફળી અને કપાસની ક્વોલિટીમાં ખુબ જ ફરક છે. પાછોતરા વરસાદના કારણે ક્વોલિટી ખુબ જ ડાઉન ગઇ છે.

Nov 8, 2019, 07:00 PM IST

મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અટવાયા

અરવલ્લી જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આજે ત્રીજો દિવસ છે. સવારે 11 વાગ્યા સુધીમાં અત્યારસુધી કુલ 4 લાખ 70 હજાર 576 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. 

Oct 3, 2019, 02:03 PM IST