ગબ્બરની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, હવે આડે નહિ આવે દીપડો

Gujarat Tourism :  દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીથી ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળી વાળો સુંદર ડોમ લગાવવામાંઆવશે

ગબ્બરની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, હવે આડે નહિ આવે દીપડો

Ambaji Temple પરખ અગ્રવાલ/અંબાજી : યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ પરિક્રમા કરી શકે, અંધારામાં જવાનો ભય ન રહે, ભક્તોની સલામતી માટે અને અહીં ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. તેમજ દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીથી ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળી વાળો સુંદર ડોમ લગાવવામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરુઆત કરી દેવામાં આવી છે. જેનો ડેમો પણ તૈયાર કરી દેવાયો છે. જેને તંત્રએ ચકાસણી કરી અન્ય કામગીરી આગળ વધારવાની પરવાનગી આપી દીધી છે. 

અંબાજી મંદિરના અધ્યક્ષ અને બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલાએ માહિતી આપતા જણાવ્યું કે, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા જેમાં જાળીવાળો ડોમ લગાવીને લાઇટીંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવવામાં આવનાર છે. હાલમાં અહીં અંદાજે 5 થી 6 કરોડના ખર્ચે ડોમ અને લાઇટીંગનું કામ કરવામાં આવશે. જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે.

હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે. જ્યારે આ ડોમ અને લાઇટિંગ થશે, ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે. આ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે. જેનાથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકોના ધંધાને પણ મદદ મળશે.

ભક્તો લગભગ 4 કલાકમાં 3 કિલોમીટર ચાલીને આ શક્તિપીઠની રાત્રિ દરમ્યાન પણ મુલાકાત લઈ શકશે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news