Big News: માવઠાના મારથી મુશ્કેલીમાં મુકાયેલાં ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં 5 જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને કચ્છના અંજાર તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ થયો છે. અંજારમાં કરા સાથે વરસાદ વરસતા જગતનો તાત ખુબ જ દળનીય સ્થિતિમાં મુકાયો છે. જેને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યાં છે. ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

Big News: માવઠાના મારથી મુશ્કેલીમાં મુકાયેલાં ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

હિતલ પારેખ, ગાંધીનગરઃ ઉનાળો શરૂ થઈ ગયો છે પણ વાતાવરણ છેકે, ચોમાસાનું સિગ્લન આપી રહ્યું છે. આ સ્થિતિને કારણ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. જેને કારણે જગતના તાતની સ્થિતિ કફોડી બની ગઈ છે. ગુજરાતના ખેડૂતોને હાલ પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે. ત્યારે આ મુદ્દે ગુજરાત સરકારે આજે એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રાજ્યના ખેડૂતોને ચોક્કસથી શાંતિ મળી છે.

રાજ્ય સરકારના પ્રવક્ત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ ચાલી રહ્યો છે. હજુ પણ કેટલાંક દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોની ચિંતાએ સ્વભાવિક છે. પણ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. માવઠાથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. માવઠું પૂરૂં થયા બાદ સર્વે થશે. જ્યાં માવઠું પડ્યું છે ત્યાં ફરીથી સર્વે કરવામાં આવશે. ખેડૂતોને સહાય માટે સરકાર ચોક્કસ વિચાર કરશે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં 5 જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને કચ્છના અંજાર તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ થયો છે. અંજારમાં કરા સાથે વરસાદ વરસતા જગતનો તાત ખુબ જ દળનીય સ્થિતિમાં મુકાયો છે. જેને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યાં છે. ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

કચ્છ ઉપરાંત ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજે સતત ત્રીજા દિવસે માવઠું પડતા સ્થિતિ વણસી છે. જિલ્લાના અનેક ગામોમાં ધોધમાર વરસાદને કારણે અહીં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ધાણા, જીરું, ઘઉં જેવા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. આ બપોર બાદ અચાનક આવેલા પલટાના કારણે ભાણખોખરી, મોટીખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલપરડા, લાલુકા, જૂનીફોટ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે જગતનો તાત હવે ચિંતામાં મુકાયો છે. રાજકોટમાં કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં પડેલાં અનાજની જણસી ખરાબ થઈ ગઈ છે. 

આ પણ ખાસ વાંચોઃ  સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિઆ પણ ખાસ વાંચોઃ  ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?આ પણ ખાસ વાંચોઃ  માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?આ પણ ખાસ વાંચોઃ  બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે તારીખ 19 ના રોજ વરસેલ કમોસમી માવઠું અને ભારે વરસાદના કારણે ખેતીના તમામ પાકો જેમાં કેસર કેરી ઘઉં બાજરો ચણા ધાણા લસણ ડુંગળી શહીત ખેતીના તમામ પાકોને વ્યાપક નુકસાન થતાં. સાથે દરિયા કિનારે આવેલા સૈયદ રાજપરા નવા બંદર સહિત ના સાગર પુત્રો ને માછીમારીમાં વ્યાપક નુકસાન જતાં આજે તાલુકાના 20 થી વધુ ગામોના સરપંચો અને સરપંચના પ્રતિનિધિઓ આગેવાનો એ ઊના પ્રાંત કચેરીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવેદન પાઠવ્યું છે. જેમાં તાકીદે સરકાર દ્વારા નુકસાની નો સર્વે કરાય અને સાગર પુત્રો અને ધરતીપુત્રો બંનેને તાકીદે યોગ્ય સહાય કરાય તેવી માંગ કરી છે. ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદે દશા બગાડી છે.

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં છે. ઘઉં, એરંડા, ધાણા, જીરુંના પાકને નુકસાનની ભીતિ  સેવાઈ રહી છે. આ ઉપરાંત ચણા અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી  કરવામાં આવી છે. હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે તો આ વખતે ઉનાળાની સિઝન શરૂ થતાં જ આગાહી કરી દીધી હતી કે, આ વખતનો ઉનાળો સામાન્ય નહીં હોય. આ વખતે ભરઉનાળે પણ કરા પડતા જોવા મળશે. એ આગાહી હાલ સાચી થરી રહી છે. ઉલ્લેખનીય છેકે, તેમણે એવી પણ આગાહી કરી છેકે, આગામી બે થી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં માવઠાનો મારો ચાલુ રહી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતેઆ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news