પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતી

gujarat police bharti 2025 : ગુજરાત પોલીસમાં ભરતી થવાની છે, ત્યારે પોલીસ ભરતીના નવા અપડેટ બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આપવામાં આવ્યા 
 

પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતી

gujarat police vacancy : ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી થવાની છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટા અપડેટ આવ્યા છે. આ સરકારી નોકરી માટે શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. 

હસમુખ પટેલે ટ્વિટમાં જણાવ્યું કે, પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતીને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.

તેમણે અન્ય ટ્વિટમાં જણાવ્યું કે, CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસીની શક્યતા ઘટાડે છે.

તાજેતરમાં જ જાહેરાત કરાઈ હતી કે, રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧ ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧, ૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news