ગુજરાતના આ બે જિલ્લાના પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, દૂધના ભાવમાં વધારો જાહેર

સાબરડેરી સાથે સંકળાયેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને 602 કરોડ રૂપિયા ભાવ ફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાવ ફેર આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે. 

ગુજરાતના આ બે જિલ્લાના પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, દૂધના ભાવમાં વધારો જાહેર

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ. સાબર ડેરી દ્વારા 602 કરોડ રૂપિયા ભાવફેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ની આર્થિક કરોડર જ્જુ સાબરડેરી સાથે સાડા ત્રણ લાખ પશુપાલકો સંકળાયેલા છે. સાબરડેરી વર્ષો વર્ષની જેમ દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે. પરંતુ ચાલુ સાલે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિના થવાના કારણે ભાવફેર ચૂકવવામાં મોડુ થયું હતું. 

સાબરડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ પ્રથમ તબક્કાનું 258 કરોડ રૂપિયા જેટલું ભાવફેર ચૂકવવાનું જાહેરાત કરી હતી. સાબરડેરી દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનું નક્કી કર્યું હતું અને આજે સાબરડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન સાબરડેરી દ્વારા થયેલા ટન ઓવરની વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.

સાબરડેરી દ્વારા પશુપાલકોને 602 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સાબરડેરી દ્વારા 258 કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે 344 કરોડ રૂપિયા આગામી ત્રણ તારીખના રોજ પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી. આ તમામ ચર્ચાઓ વચ્ચે કેટલાક પશુપાલકો સાબરડેરી દ્વારા ચૂકવવામાં આવેલા ભાવ ફેર સાથે સહમત થયા હતા. 

લાંબા સમયથી સાબરડેરી ચૂકવવા બાબતે વિવાદમાં ખાસ સાધારણ સભા યોજાઈ હતી. જ્યાં સાબરડેરી દ્વારા વાર્ષિક હિસાબો સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબરડેરી સાથે સંકળાયેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને 602 કરોડ રૂપિયા ભાવ ફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાવ ફેર આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news