Gujarat Election 2022: પબ્લિકના સવાલ પર પબુભાનો 'પારો' ચઢ્યો, ખુબ જ વાયરલ થઈ રહ્યો છે આ VIDEO

Gujarat Election 2022: ચાર બેઠક દરમિયાન મતદાર દ્વારા કોઈ સવાલ પુછતાં પબુભા ગુસ્સે ભરાયા હતા અને મતદારને ધમકાવતા હોવાનો વીડિયો છે. વાયરલ વીડિયો બાદ પાલ આંબલિયાએ લોકોને વીડિયોને ટેક કરી સમજી વિચારીને મતદાન કરવા અપીલ કરી છે.

Gujarat Election 2022: પબ્લિકના સવાલ પર પબુભાનો 'પારો' ચઢ્યો, ખુબ જ વાયરલ થઈ રહ્યો છે આ VIDEO

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટીના નેતાઓના વિવાદિત નિવેદન ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો એક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેકે વાયરલ વીડિયોમાં પ્રચાર દરમિયાન વાણી વિલાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. 

પ્રચાર બેઠક દરમિયાન મતદાર દ્વારા કોઈ સવાલ પુછતાં પબુભા ગુસ્સે ભરાયા હતા અને મતદારને ધમકાવતા હોવાનો વીડિયો છે. વાયરલ વીડિયો બાદ પાલ આંબલિયાએ લોકોને વીડિયોને ટેક કરી સમજી વિચારીને મતદાન કરવા અપીલ કરી છે. જેથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ વીડિયોને zee 24 કલાક પુષ્ટી કરતું નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દ્વારકા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો બફાટ મારતો વિડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાર દ્વારા સવાલ કરતા પબુભા માણેક ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ 'બે ઠોકી દયો' તેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, પ્રચાર મિટિંગમાંથી મતદારને નીકળી જવા પણ ધમકાવ્યો હતો.

મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં આ વાયરલ વીડિયો જૂનો હોવાનું મનાઇ રહ્યું છે પણ પબુભાનો આ વીડિયો ટેગ કરીને કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ લોકોને આ ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news