Pabubha manek News

ગુજરાતના કરોડપતિ ઉમેદવાર : હર્ષ સંઘવીથી લઈ પબુભાની 5 વર્ષમાં થઈ છપ્પર ફાડકે સંપત્તિ
અમદાવાદ :ક્યારેક લોકો કહે છે કે રાજકારણ એટલે રૂપિયા બનાવવાનું મશીન. એવા અસંખ્ય નેતાઓ છે, જેઓ રાજકીય પક્ષોમા આવ્યા બાદ કરોડપતિ, અબજોપતિ બની ગયા છે. તેથી જ અનેક લોકો રાજકારણમાં આ હેતુથી આવવાના ખ્વાબ જુએ છે. ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે, મોટાભાગનાઓએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ત્યારે આ ફોર્મમાં તેમની મિલકત કેટલી છે તે સામે આવ્યું છે. માહિતી બતાવે છેકે, ગુજરાતના અનેક નેતાજીઓની સંપત્તિમાં વધારો થયો છે. અનેક નેતાઓની પાંચ વર્ષ પહેલાંની અને હાલની સંપત્તિમાં મોટો તફાવત છે. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં અનેક ઉમેદવારો કરોડપતિ હોવાનું ખૂલ્યુ છે. જે સંપત્તિમાં વધારો ઉમેદવારોના ચૂંટણી લડવાના ઝનૂનનો ભેદ ખોલે છે. ઉમેદવારોની મિલકતોમાં વધારો ઊડીને આંખે વળગે તેવો છે.  
Nov 15,2022, 19:24 PM IST
મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો
દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 
Jun 19,2020, 14:54 PM IST

Trending news