બાળકોને આવી નોકરાણીના ભરોસે મૂકીને ન જતા, ડોક્ટર દંપતી ઘરના કેમેરા જોઈને ચોંક્યું

Caretaker Video Viral : વલસાડમાં બાળકીની સારસંભાળ માટે રાખેલી નોકરાણીનાં કરતૂત CCTV કેમેરામાં થયાં કેદ,,, ડૉક્ટર દંપતીની 3 વર્ષની બાળકીને નોકરાણી મારતી હતી માર,,, દરેક માતાપિતા માટે આવ્યો લાલબત્તી સમાન કેસ

બાળકોને આવી નોકરાણીના ભરોસે મૂકીને ન જતા, ડોક્ટર દંપતી ઘરના કેમેરા જોઈને ચોંક્યું

Valsad News : આજકાલના સમયમાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે, તેથી તેઓ સંતાનોને ડે કેર સેન્ટરમાં અથવા ઘરમાં નોકરાણીના ભરોસે મૂકીને જાય છે. આવામાં ઘણીવાર માતાપિતાને ખબર પડતી નથી કે કેરટેકર કે આયા બાળકો સાથે કેવી હરકતો કરે છે. કેરટેકર સંતાનો સાથે મારપીટ પણ કરતા હોય છે. આવામાં વલસાડથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નોકરાણીએ ડોક્ટર દંપતીની દીકરી સાથે મારપીટ કરતી જોવા મળી.

વલસાડમાં બાળકીની સંભાળ માટે રાખેલી મહિલાએ બાળકીને માર માર્યાનો વીડિયો CCTV માં કેદ થયો છે. બાળકને બીજાના ભરોસે રાખનાર માતાપિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટર દંપતીએ પોણા ત્રણ વર્ષની દીકરીની સંભાળ રાખવા માટે રાખેલી મહિલાએ બાળકીને માર માર્યો હતો. મહિલાએ માસુમ બાળકીને વગર વાંકે માર માર્યો હતો. આયાએ સૂતેલી બાળકીની પીઠ ઉપર પગ મૂકીને ઉભી રહી ગઈ હતી. 

Add Zee News as a Preferred Source

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 9, 2024

 

આ સમગ્ર ઘટના ડોક્ટર દંપતીના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. બાળકીના શરીર પર વારંવાર ઈજાઓ થતા દંપતીને શંકા થઈ હતી. તેથી તેઓએ ઘરમાં છુપી રીતે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેમાં નોકરાણી બાળકીને માર મારતી હોવાની સ્પષ્ટ દેખાઈ હતી. 

આ સમગ્ર ઘટનાને પગલે માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને વલસાડ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. ત્યારે અત્યારે તો સમગ્ર મામલો ચર્ચાનું વિષય બન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news