અડધી રાતે વડોદરામાં મોટી હલચલ, રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

Gujarat Elections : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વડોદરામાં ગુપ્ત બેઠક...વાઘોડિયાના ભાજપના કેટલાક ખાસ દાવેદારો અને હોદ્દેદારો રહ્યા હાજર...ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને બેઠકમાંથી રખાયા દૂર

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ, રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે દરેક રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. ત્યારે રવિવારની રાતે વડોદરાના રાજકીય માહોલમાં અચાનક ગરમાવો આવ્યો હતો. રવિવારે રાત્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અચાનક આવી ચઢ્યા હતા. જેને પગલે નેતાઓ દોડતા થયા હતા. 

કહેવાય છે કે, અચાનક આવી ચઢેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વડોદરા ગુપ્ત બેઠક યોજી હતી. તેમણે વાઘોડિયા બેઠકના ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પરસોત્તમ રૂપાલાએ કેટલાક ખાસ લોકો સાથે જ બેઠક કરી હતી. વડોદરા નજીક પદમલામાં ખાનગી ફાર્મ હાઉસમાં આ ગુપ્ત બેઠક યોજાઈ હતી. જોકે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત બેઠકથી વાઘોડિયામાં પરસોત્તમ રૂપાલાએ ફરી સેન્સ લીધી હોવાની ચર્ચા છે. 

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપના વાઘોડિયા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ પોતાની દબંગ ઈમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવા પાછળ શુ સંકેત છે. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની વડોદરાની ટુંકી મુલાકાતે અનેક સવાલો પેદા કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news