ભાજપની સેન્સ પ્રક્રિયા: શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહને કયા દિગ્ગજ નેતાએ કાચીંડા તરીકે ઓળખાવ્યાં?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોજ ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પહેલા જ પાર્ટીઓમાં જોડાવામાં મોસમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે કોંગ્રેસમાં જોડાયા હતા.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જાય છે. ત્યારે આજે કોંગ્રેસમાં પ્રવેશ લેનાર શંકરસિંહના પુત્રએ કોંગ્રેસ જોઈન્ટ કર્યું એ બાબતે પૂછતાં મહેન્દ્રસિંહને કાચીંડા તરીકે ઓળખાવ્યાં હતા.
મોડાસા ખાતે 2 દિવસથી અરવલ્લીની વિધાનસભાની 3 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સેન્સ લેવા માટે નિરીક્ષક તરીકે ઉપસ્થિત પરાક્રમસિંહ જાડેજાને મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઈન્ટ કરી એ અંગે પૂછતાં મહેન્દ્રસિંહ વાઘેલાને કાચીંડા તરીકે ઓળખાવ્યા અને જણાવ્યું કે, જેમ કાચીંડો રંગ બદલતો રહે છે એમ મહેન્દ્રસિંહ પણ રંગ બદલે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોજ ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પહેલા જ પાર્ટીઓમાં જોડાવામાં મોસમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેંસનો ખેસ ધારણ કર્યો. ત્યારે કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલાને તેમની જુની બેઠક બાયડ પરથી ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ઘરવાપસી કરી હતી. મહેન્દ્રસિંહ વાઘેલા આજે વિધિવત કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે બાયડ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. મહેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. વર્ષ 2017 માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.
આ પણ જુઓ વીડિયો:-
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની પાંચ વર્ષ બાદ ઘરવાપસી થઈ છે. કોંગ્રેસમાં જોડાયા પછી મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, નફરતની રાજનીતિ દૂર કરવા માટે એક થઈને લડવું પડશે. ગુજરાતના વિકાસ માટે કરવા કોંગ્રેસમાં જોડાયો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે