આ 55 બેઠકો ન જીત્યું હોત તો પિક્ચર અલગ હોત : ભાજપ ભલે વાહવાહી કરે પણ પાટીલ જાણે છે મન કી બાત
Gujarat BJP : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસ અને આપના કુલ મતો વધુ હોય તેવા 55 ધારાસભ્યો સાથે સી.આર.પાટીલે યોજી બેઠક... જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ પણ રહ્યા હાજર...
Trending Photos
BJP Gujarat : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા છતાં ભાજપ સુરેન્દ્ર નગરમાં મનોમંથન કરી રહ્યું છે. ભાજપ સારી રીતે જાણે છે કે કેટલીક બેઠકો પર જીત ભાજપ માટે લોખંડના ચણા ચાવવા સમાન છે. આમ છતા અહીં ભવ્ય જીત એ આપને આભારી છે. કોંગ્રેસ પહેલાંથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આદીવાસી પટ્ટા પર મજબૂત પકડ ધરાવે છે. અહી કોંગ્રેસની વોટબેંક મજબૂત ગણાય છે. ગુજરાતની કેટલીક બેઠકો એવી હતી કે, જ્યાં કોંગ્રેસ ક્યારેય હારી નહોતી પણ અહં કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના વાવટા સંકેલાયા છે અને ભાજપનો ભગવો લહેરાયો. પરંતુ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રીજા રાજકીય પક્ષની એન્ટ્રીએ કોંગ્રેસની બાજી બગાડી હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે ખાસ ક્લાસ લેવા પડ્યા છે.
પાટીલે જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હોય તેવી બેઠકો પર ફોકસ કર્યું છે. જો આ હોમવર્ક ન કરાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણી કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આ 55 ધારાસભ્યો અને પ્રમુખો સાથે આજ મીટિંગો થઈ છે. આ બેઠકો પર આપ કોંગ્રેસને ના નડી હોત તો કોંગ્રેસ વન વે વિજેતા બન્યું હોત..એટલે ભાજપ 100ની આસપાસ ફરી આવી ગયું હોત... ભાજપ સારી રીતે જાણે છે કે ત્રિપાંખિયા જંગમાં આપને કારણે ભાજપે માધવસિંહનો રેકોર્ડ તોડ્યો છે પણ આ બેઠકો પર લોકસભામાં ધ્યાન ન અપાય તો ભાજપને નુક્સાન થઈ શકે છે. પાટીલ ગુજરાતની લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવા માગે છે પણ એ સારી રીતે જાણે છે કે ખામીઓ દૂર કરવી એ જરૂરી છે. એટલે જ સુરેન્દ્ર નગરમાં કારોબારી બેઠકમાં આ 55 બેઠકોના પ્રમુખ અને ધારાસભ્યોના ક્લાસ લેવાયા છે.
આ પણ વાંચો :
મિશન 2024માં ભાજપની તૈયારીઓ
મિશન 2024 માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રદેશ કારોબારી પહેલા ખાસ બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા ધારાસભ્યો સાથે કરી હતી. આ એવી બેઠકો છે, જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હતા. આવી એક-બે નહિ, કુલ 55 જેટલી બેઠકો છે. ત્યારે આ બેઠકો પર વોટ વધારવા માટે પાટીલે કવાયત હાથ ધરી છે. પાટીલનું ફોકસ હાલ આ 55 બેઠકો છે. સીઆર પાટીલે 55 બેઠકોના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક કરી છે કારણ કે વિધાનસભાની અસર લોકસભા પર ના પડે....
આ બેઠકો લોકસભામાં નડી શકે છે
આ 55 બેઠકો એવી છે, જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે એટલે ભાજપની વોટબેંકના મૂળિયા નબળા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઈથી અહી જીત હાંસિલ કરી હતી. તેથી જો આ સ્થિતિ મજબૂત નહિ કરાય તો લોકસભાની ચૂંટણીમાં તેની અસર પડી શકે છે. લોકસભાની ચૂંટણી માટે હવે બહુ જ ઓછો સમય છે, તેથી ભાજપે તેની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે સૌથી પહેલું કામ આ 55 બેઠકોને મજબૂત કરવાનુ હાથ ધરાયું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન આ બેઠકો પર લીડ વધારવા ભાજપે કવાયત હાથ ધરી છે. લોકસભામાં આ પરિબળ નડે નહિ, તેથી આજે પાટીલે સ્થાનિક નેતાઓના ક્લાસ લીધા હતા.
આ પણ વાંચો :
આ એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસ અને આપનું વોટબેંક ભાજપ કરતા મજબૂત છે. એટલે કે સમીકરણો પર એક નજર કરીએ તો, આ બેઠકો પર ત્રીજો રાજકીય પક્ષ આપ કોંગ્રેસને નડી ગયો છે. જો અહી આપની એન્ટ્રી ન હોય તો કોંગ્રેસને સીધો ફાયદો થયો હોત. ગુજરાતની આ ચૂંટણીમાં આપ ન હોત તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું પિક્ચર અલગ હોત. હાલ જ્યાં કોંગ્રેસ 17 સીટ પર સમેટાયું છે, તો કોંગ્રેસ વધુ બેઠકો મેળવી શક્યું હોત. તેથી જ ભવિષ્ય પારખી ગયેલા પાટીલ હવે હોમવર્ક કરવા પર લાગ્યા છે. તેઓએ 2022 જેવી સ્થિતિ 2024 માં ન થાય તે માટે તૈયારીઓ આરંભી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે