BJP ની જીત બાદ ફટાકડા ફોડી ઉજવણી, વિજ્યોત્સવ મનાવી મીઠાઇ વહેંચી

ભરૂચ શહેરના પાંચબત્તી તેમજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે રાજ્યની ૬ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી વિજ્યોત્સવ મનાવ્યો હતો. 

BJP ની જીત બાદ ફટાકડા ફોડી ઉજવણી, વિજ્યોત્સવ મનાવી મીઠાઇ વહેંચી

ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના પાંચબત્તી તેમજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ (Municipal Corporation) માં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી વિજ્યોત્સવ મનાવ્યો હતો. 

રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ  (Municipal Corporation) ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી (BJP) દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમજ શહેરી મથકોમાં ૬ મહાનગરપાલિકાઓમાં સત્તા હાંસલ કર્યાની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી, દિપકભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલ, પરેશભાઈ લાડ, પૂર્વ શહેર પ્રમુખ ધનજીભાઈ ગોહિલ, જતીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો તેમજ ઉમેદવારોએ હાજરી આપી હતી. શહેરના પાંચબત્તી સર્કલ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવવી જીતનો જશ્ન મનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news