GST ના બોગલ બિલિંગ કૌભાંડનું હબ બન્યું ગુજરાતનું આ સિટી, સરકારી અધિકારીઓમાં કોણ છે ફૂટેલી કારતૂસ
છેલ્લા એક વર્ષમાં 14000 કરોડ કરતાં પણ વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ભાવનગરમાંથી ઝડપી લેવામાં આવ્યું છે, જ્યારે આ મામલે 13 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુપણ જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ છે
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર :ગુજરાતનું ભાવનગર જીએસટીના બોગસ બિલિંગ ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે. ભાવનગરમાંથી છેલ્લા એક વર્ષ દરમ્યાન 14,000 કરોડનું બોગસ બિલિંગ ઝડપી પાડવામાં આવ્યુ છે. જ્યારે 13 થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત પણ કરવામાં આવી છે. જો કે હજુ સ્થાનિક તંત્ર વેરાશાખ ઉઘરાવવામાં માત્ર 30 ટકા જ સફળતા મેળવી શક્યું છે. સરકારનો બાકીની વેરાશાખ ઝડપથી ઉઘરાવી લેવી જોઈએ તેવો આદેશ હોવા છતાં સ્થાનિક તંત્રના પેટનું જાણે કે પાણી પણ નથી હલતું.
છેલ્લા એક વર્ષથી ભાવનગરમાં બોગસ બિલિંગના હજારો કરોડના કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે જીએસટીના જોઇન્ટ કમિશનર એમ.એ કાવટકરે જણાવ્યું કે, બદ ઈરાદાઓ સાથે જીએસટી નંબર લેવામાં આવ્યો હોય એવા એક વર્ષમાં 1000 હજાર કરતાં વધુ જીએસટી નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં 14000 કરોડ કરતાં પણ વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ભાવનગરમાંથી ઝડપી લેવામાં આવ્યું છે, જ્યારે આ મામલે 13 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુપણ જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ છે.
આ પણ વાંચો : શરમમાં મૂકાયુ સુરત, 24 કલાકમાં છેડતીના બે બનાવ... BRTSના ડ્રાઈવરે યુવતીને કહ્યું-આજે તારો ચહેરો જોઈને જ રહીશ
આ દરમિયાન સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા 3500 જેટલા ટીન નંબરો રદ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં મોટાભાગે અલંગ માંથી નીકળતા સ્ક્રેપ તેમજ અન્ય ઉદ્યોગોમાં બોગસ બિલિંગનો ધીકતો કારોબાર ચાલી રહ્યો છે. ભાવનગરમાં બોગસ બિલિંગમાં અનેક મોટામાથાઓ અને ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. તેમ છતાં સ્થાનિક તંત્રને ત્યાં સુધી પહોંચવા પનો ટૂંકો પડતો હોય એમ લાગી રહ્યું છે, જ્યારે કે આવા મોટા બોગસ કામો સ્ટાફની કે અધિકારીની સંડોવણી વગર શક્ય પણ નથી.
જો કે આ વિશે ભાવનગરના સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર એમએ કાવટકરે આ વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં બોગસ બિલિંગ કૌભાંડ બાબતે તપાસ દરમિયાન 32 જેટલા અધિકારી અને કર્મચારીની બદલી કરવામાં આવી હતી. જીએસટીના અધિકારીઓ 14,000 કરોડનાં બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું છે તેવા દાવા કરી રહ્યા છે. જીએસટી દ્વારા બોગસ બિલિંગમાં હજારો કરોડના મોટા-મોટા આંકડા બતાવવામાં આવે છે, પરંતુ વસૂલાતમાં મામલે વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી હજુ કરવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે