તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ? આ રીતે ચેક કરો હિસ્ટ્રી, ક્ષણભરમાં ખબર પડી જશે

આપણે સરકારી કામ કરાવવુ હોય કે પછી બિન-સરકારી કામ, આ માટે ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. જેમ કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, બેંકિંગ વગેરે જેવી જાણકારીની જરૂર પડે છે. પરંતુ એક એવો દસ્તાવેજ જે ન હોવાથી કે પછી ગુમ થઈ જવાથી આપણને ઘણાં પ્રકારની પરેશાની થઈ શકે છે.

તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ? આ રીતે ચેક કરો હિસ્ટ્રી, ક્ષણભરમાં ખબર પડી જશે

નવી દિલ્હી: આધાર કાર્ડ હવે આપણી જિંદગીનું એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આપણે સરકારી કામ કરાવવુ હોય કે પછી બિન-સરકારી કામ, આ માટે ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. જેમ કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, બેંકિંગ વગેરે જેવી જાણકારીની જરૂર પડે છે. પરંતુ એક એવો દસ્તાવેજ જે ન હોવાથી કે પછી ગુમ થઈ જવાથી આપણને ઘણાં પ્રકારની પરેશાની થઈ શકે છે.

આ દસ્તાવેજ બીજુ કોઈ નહીં પરંતુ આપણુ આધાર કાર્ડ છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના દરેક નાગરિક માટે જાહેર કરવામાં આવે છે, જેમાં 12 આંકડાનો એક યુનિક ID હોય છે. પરંતુ જેમ જેમ આધારકાર્ડની જરૂર વધે છે. તેમ તેમ આધારકાર્ડનો ખોટો ઉપયોગ થવાની શક્યતા પણ વધી જાય છે. 

આવી સ્થિતિમાં જો તમે પણ જાણવા માગો છો કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે, તો તમે તેની હિસ્ટ્રી જાણી શકો છો. તો ચાલો તમને હિસ્ટ્રી ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.

આધાર કાર્ડની હિસ્ટ્રી આ પ્રકારે ચેક કરો
પગલું 1
જો તમે પણ જાણવા માગો છો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે, તો તમે તેની હિસ્ટ્રી ચેક કરી શકો છો. આ માટે તમારે પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે.

પગલું 2
વેબસાઈટ પર ગયા પછી, તમને 'My Aadhaar'નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા પછી, તમને 'Aadhaar Authentication History'નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.

પગલું 3
પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે, ત્યારબાદ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ પણ ભરવાનો રહેશે. હવે OTP વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો.

પગલું 4
હવે તમને તે મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP મળશે, જે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. આ OTP પણ અહીં દાખલ કરી દો.

પગલું 5
અંતે તમારી સામે એક ટેબ ખુલશે. અહીં તમારે તે તારીખ દાખલ કરવાની રહેશે કે જેની તમે હિસ્ટ્રી જોવા માંગો છો અને પછી તમને ખબર પડશે કે તમારું આધાર કાર્ડ ક્યાં વપરાયું છે. તમે આ રેકોર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news