હાઇકોર્ટમાં સરકારનો યુ ટર્ન: પાછળ બેસનારે પણ હવે હેલમેટ પહેરવું પડે તો નવાઇ નહી

ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં હેલમેટ મુદ્દે એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનવણીમાં સરકાર પાસે હેલમેટ મરજીયાત કરવા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ટુંક સમયમાં તેનો અમલ પણ ચાલુ કરવામાં આવશે. 
હાઇકોર્ટમાં સરકારનો યુ ટર્ન: પાછળ બેસનારે પણ હવે હેલમેટ પહેરવું પડે તો નવાઇ નહી

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં હેલમેટ મુદ્દે એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનવણીમાં સરકાર પાસે હેલમેટ મરજીયાત કરવા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ટુંક સમયમાં તેનો અમલ પણ ચાલુ કરવામાં આવશે. 

બીજી તરફ ગુજરાતીઓ માટે બકરૂ કાઢતા ઉંટ પેઠા જેવી સ્થિતી થઇ હતી. એક હેલમેટ મરજીયાત કરવાનું દબાણ સરકાર પર કરનારા ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે. હવે ગુજરાતી બાઇક ચલાવનારે તો હેલમેટ ફરજીયાત પહેરવું પડશે પરંતુ સાથે સાથે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ ફરજીયાત પણ હેલમેટ પહેરવું પડશે. જેથી હવે એક હેલમેટ ક્યાં સાચવવું તેવો કકળાટ કરનારા બે હેલમેટ લઇને ફરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વાહન વ્યવહાર મંત્રી આસરી ફળદુએ મૌખીક રીતે શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news