ગુજરાત હાઇકોર્ટ

Bomb Blast Threat For court PT3M40S

રાજ્યની 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા સહિત રાજ્યની ચાર કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર ગુજરાત હાઇકોર્ટ ને મળતા પોલીસ દ્વારા વડોદરા કોર્ટ પરિસરમાં ચેકીંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Feb 7, 2020, 03:30 PM IST

અમદાવાદ: સરકારનું સોગંદનામું કલમ 144 હાલની સ્થિતીમાં ખુબ જ જરૂરી

શહેરમાં ચારથી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPC ની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂધ અને અરાજકતાની સ્થિતી પેદા થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ કરી રાખવી અનિવાર્ય છે. તેમજ રાજ્ય સરકારે 2002નાં રમખાણો, પાટીદાર અનામત આંદોલન, NRC અને CAA વિરોધમાં નિકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોનાં કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી શકે છે.

Feb 6, 2020, 11:53 PM IST

હાઇકોર્ટમાં સરકારનો યુ ટર્ન: પાછળ બેસનારે પણ હવે હેલમેટ પહેરવું પડે તો નવાઇ નહી

ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં હેલમેટ મુદ્દે એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનવણીમાં સરકાર પાસે હેલમેટ મરજીયાત કરવા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ટુંક સમયમાં તેનો અમલ પણ ચાલુ કરવામાં આવશે. 

Jan 27, 2020, 05:14 PM IST
Surat Rape And Murder Case: Gujarat High Court Unchanged Death Sentence PT2M36S

બળાત્કાર અને હત્યા મામલો: ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના હુકમને રાખ્યો યથાવત

ઓક્ટોબર 2018માં ગોડાદરામાં નવ વર્ષની બાળકીનો બળાત્કાર અને હત્યા મામલે ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે. અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા આપી છે, સરકારી વકીલે અનિલના ડેથ વોરંટ માટે અરજી કરી હતી. સુરત કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે.

Jan 17, 2020, 12:25 PM IST
Accused Hanged For Murder And Rape On Minor Girl PT3M19S

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસી

વર્ષ 2018 સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવાના કેસમાં ગુજરાત હાઈર્કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ કેસમાં અગાઉ આરોપી અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જેને હાઈકોર્ટે આ સજાને બરકરાર રાખી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તેને માટે આ ચુકાદો ઉદાહરણ સમાન પુરવાર થશે.

Dec 28, 2019, 12:05 PM IST

અમદાવાદમાં વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો

વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. ચેરિટી કમિશ્નરનાં આદેશ સામે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વી.એસ સંકુલને તોડવા મુદ્દે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ અંગે વધારે સુનાવણી 20 ડિસમ્બરે હાથ ધરવામાં આવશે. જો કે તે દરમિયાન સ્થિતી યથાવત્ત રીતે જાળવી રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. 

Dec 16, 2019, 09:47 PM IST
Stay Against Demolish Old VS Hospital In Ahmedabad PT2M14S

અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તોડવા સામે સ્ટે, હાઇકોર્ટનો મૌખિક આદેશ

અમદાવાદની જુની વીએસ હોસ્પિટલ વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મૌખિક આદેશ આપ્યો. આગામી આદેશ સુધી ડોકટર્સ કવોટર સિવાય જૂની હોસ્પિટલમાં ન તોડવાનો મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

Dec 16, 2019, 03:00 PM IST
Appeal To Gujarat High Court For Demolition Of Old VS Hospital In Ahmedabad PT3M

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલને તોડવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલને તોડવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

Dec 14, 2019, 04:25 PM IST

કાયદા તમે કહો તેવી રીતે બદલી નહી જાય: નિત્યાનંદની શિષ્યાઓ પર હાઇકોર્ટની લાલ આંખ

હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી કરી હતી

Dec 11, 2019, 12:31 AM IST

પાક વીમા મુદ્દે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ ફટકારી

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી છે. જે મામલે આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કારણ દર્શક નોટિસ ઈશ્યુ કરી અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો. આ મામલે વધુ સુનવણી 15 જાન્યુઆરી એ હાઇકોર્ટમાં હાથધરવામાં આવશે. આજે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકાના 28 સહકારી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોએ હાઇકોર્ટમાં કરેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.

Dec 11, 2019, 12:14 AM IST

પાક વળતર ચુકવવા મુદ્દે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓની હાઇકોર્ટે ઝાટકણી કાઢી

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી હતી

Nov 26, 2019, 08:03 PM IST

ગુજરાત હાઇકોર્ટે લોપમુદ્રા અને નિત્યનંદિતાને હાજર કરવા પોલીસને આપ્યો આદેશ

લોપમુદ્રા અને નિત્યન્દીતાને કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપવા આદેશ કર્યો છે

Nov 26, 2019, 07:32 PM IST
Gujarat High Court Orders Missing Girls To Appear In Court PT10M57S

Nityanand Ashram Dispute Case: નિત્યાનંદ આશ્રમ વિવાદમાં હાઇકોર્ટે કર્યો આદેશ

Nityanand Ashram Dispute Case: નિત્યાનંદ આશ્રમ કેસમાં હેબિયસ કોપર્સ ફરિયાદને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાયબ દિકરીઓને કોર્ટમાં હાજર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Nov 21, 2019, 05:50 PM IST
Petition filed in Gujarat High Court to register FIR against Baba Rampal PT8M40S

બાબા રામપાલ વિરૂદ્ધ FIR નોંધવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ

બાબા રામપાલ વિરૂદ્ધ FIR નોંધવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ

Nov 17, 2019, 04:00 PM IST

મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ખાસ જાણો...

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાર્કિંગ ચાર્જ વસુલી શકાશે પરંતુ એટલો બધો પણ ન વસુલવામાં આવે કે લોકો બહાર પાર્કિંગ કરવા માટે મજબુર બને

Oct 16, 2019, 06:16 PM IST

છોટાઉદેપુર: આક્રોશ રેલીમાં જોડાયા 10 હજાર આદિવાસી, ભાજપ-કોંગ્રેસના નેતા એક મંચ પર

આદિવાસી સમાજ દ્વારા વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં દસ હજાર કરતા પણ વધારે આદિવાસીઓ જોડાયા હતા. પારંપરિક શસ્ત્રો અને વાજિંત્રો સાથે આદિવાસીઓ હાજર રહ્યા હતા. આ વિરોધ રેલીમાં રાઠવા કોળી, કોળી, કોલચા જાતિને STમાં નહિ ગણવાને લઇને હાઇકોર્ટમાં થયેલી રીટનો વિરોધ કર્યો હતો.  
 

Oct 11, 2019, 04:49 PM IST

બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઇકોર્ટે આપ્યો ચુકાદો, ખેડૂતોની અરજી ફગાવી

મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે

Sep 19, 2019, 03:49 PM IST
Bullet train land acquisition judgement in Gujarat HC PT7M30S

ગુજરાત હાઇકોર્ટ આપી શકે છે બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ચુકાદો

ગુજરાત હાઇકોર્ટ આજે બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ચુકાદો આપી શકે છે.

Sep 19, 2019, 12:30 PM IST

સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન

જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

Aug 14, 2019, 10:01 PM IST

સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટે કહ્યું, સરકારની કામગીરી હજી પણ બાકી

રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે એમીકસ કયુરી દ્વારા કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દો આવરી લીધા છે. અને વધુમાં રીપોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની હજી કમગીરી બાકી છે. 

Aug 7, 2019, 11:30 PM IST