વિદ્યાર્થીનીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ઉલટાનો ભરાઈ ગયો યુવક, વિચાર્યું ન હતું તેવું થયું

વલસાડ SP કચેરી પાસે આવેલી કોન્વેન્ટ સ્કૂલ પાસેથી SP સર્કલ સુધી કારના સન રૂફથી કારની છત ઉપર બેસી શાળામાંથી છુટેલી વિદ્યાર્થીનીઓ ઉપર ઇમ્પ્રેશન જમાવવા યુવકે સ્ટંટ કર્યો હતો

Updated By: Oct 23, 2021, 09:36 PM IST
વિદ્યાર્થીનીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ઉલટાનો ભરાઈ ગયો યુવક, વિચાર્યું ન હતું તેવું થયું

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ SP કચેરી પાસે આવેલી કોન્વેન્ટ સ્કૂલ પાસેથી SP સર્કલ સુધી કારના સન રૂફથી કારની છત ઉપર બેસી શાળામાંથી છુટેલી વિદ્યાર્થીનીઓ ઉપર ઇમ્પ્રેશન જમાવવા યુવકે સ્ટંટ કર્યો હતો. સ્ટેટનો વિડીયો વાયરલ થતા વલસાડ સીટી પોલીસે ચાલુ કારમાં સ્ટંટ કરનાર યુવકની પૂછપરછ હાથ ધરી હતી.

વલસાડ શહેરમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલ છૂટતા સ્થાનિક યુવક વિદ્યાર્થીનીઓ ઉપર ઇમ્પ્રેશન જમાવવા સ્કૂલ બહાર કારના સનરૂફ ઉપરથી કારની છત ઉપર બેઠો હતો. વલસાડના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને વલસાડ સીટી પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર જમા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube