ગુજરાતમાં ફરી દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો! 350 કરોડનું ડ્રગ્સ પકડાયુ
Drugs Worth Crores Seized From Veraval Port : વેરાવળ બંદર પાસેથી ઝડપાયો નશીલા પદાર્થનો મોટો જથ્થો....દરિયાઈ માર્ગે નશીલા પદાર્થો ફિશિંગ બોટમાં આવ્યા વેરાવળ.....મળી આવેલો 350 કરોડનો જથ્થો હેરોઈન કે ચરસ હોવાની શક્યતા..
Trending Photos
Gir Somnath News : ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પાસેથી ઝડપાયો નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો છે. દરિયાઈ માર્ગે કેટલાક ખલાસીઓ નશીલા પદાર્થો ફિશિંગ બોટમાં વેરાવળ આવ્યા હતા. ખલાસીઓ પાસેથી અંદાજે 350 કરોડની રકમનો મોટો જથ્થો મળી આવ્યો છે. મળી આવેલો જથ્થો હેરોઈન કે ચરસ હોવાની શક્યતા છે. હાલ આ મામલે FSL, ગીર સોમનાથ SOG, LCBએ સઘન તપાસ શરૂ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને મોટી સફળતા મળી છે..ગીર સોમનાથના દરિયા કિનારેથી 350 કરોડનું હેરોઈન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે..વેરાવળના નલિયા ગોળી કાંઠે દરોડા પાડી કરાઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOG અને NDPSની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યુ છે. દરિયા કિનારેથી 50 કિલો સીલ બંધ પેકેટનો જથ્થો મળી આવ્યો. ત્રણ મુખ્ય આરોપી સહિત નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે..ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા છે.
મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ગીર સોમનાથ પોલીસની ટીમે આખી રાતમાં ઓપરેશન પાર પાડ્યું હતું. રિસીવીર અને કેરીયર મોકલનાર આખી ટીમની અટકાયત કરી લેવાઈ છે. કુલ 9 લોકો પકડાયા છે. સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામા આવ્યો હોવાની વાત સામે આવી છે. પોલીસે સેટેલાઇટ ફોન જપ્ત કર્યો છે. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે. જેથી 50 કિલો હેરોઇનની કુલ 350 કરોડ જેટલી થાય છે.
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મળી વધુ એક મોટી સફળતા - રૂ.૩૫૦ કરોડનું ડ્રગ્સ કબજે !
🔸 ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી.
🔸 SOG અને NDPS…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 23, 2024
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી કે, ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મળી વધુ એક મોટી સફળતા - રૂ.૩૫૦ કરોડનું ડ્રગ્સ કબજે ! ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી. SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત ૯ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસની સતર્કતા થકી સફળતાના નવા પડાવ પર આગળ વધી રહ્યું છે. ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે