700 કરોડના ખર્ચે 63 એકરમાં વિશ્વનું સૌથી મોટુ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ જોડાવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બની રહ્યું છે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ. 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના થઈ રહ્યું છે, ત્યારે નવું બનનારું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમનો રેકોર્ડ તોડશે. IPLની મેચ મોટેરામાં રમાય તેની શક્યતાઓ વચ્ચે BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ખુદ મેદાનની મુલાકાત લઈ તૈયારીઓ અંગે નિરીક્ષણ પણ કર્યું છે.
જમીન સર્વેમાં ગોટાળા સામે ખેડૂતોમાં રોષ, રસર્વે કરાવવાની માંગ સાથે ઉગ્ર દેખાવો
અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. વિશ્વ કક્ષાનું સ્ટેડીયમ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા GCAને કહેવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ 2015માં ગુજરાત ક્રિકેટ એસોશિએશન દ્વારા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ તોડીને નવું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ બનાવવાની જવાબદારી રૂપિયા 700 કરોડના ખર્ચે લાર્સન એન્ડ ટર્બો(L&T) ને સોંપવામાં આવ્યું. L&T એ નવીનીકરણની શરૂઆત માર્ચ 2017થી કરી. નવા બની રહેલા મોટેરા સ્ટેડીયમની ખાસિયતની વાત કરીએ તો મોટેરા ક્રિકેટ સ્ટેડીયમમાં 1,10,000 દર્શકો એક સાથે બેસીને મેચ નિહાળી શકશે. પ્રેસીડેન્શીયલ શૂટ સહીત મોટેરા સ્ટેડીયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. પીલ્લરલેસ સ્ટ્રકચર હોવાથી સમગ્ર સ્ટેડીયમમાં ક્યાય પીલ્લર જોવા મળતા નથી જેના કારણે મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના મેચ જોઈ શકાશે. મેદાનમાં લાઈટ થાંભલાઓના સહારે નહીં પરંતુ સ્ટેડીયમ પર લગાવેલા શેડ પર લગાવવામાં આવી છે. અહીં હેલોજન નહીં, LED લાઈટ લગાવવામાં આવી છે. BOSSના મ્યુઝીક સીસ્ટમ સાથે સમગ્ર સ્ટેડીયમ સજ્જ થઈ રહ્યું છે. આ મેદાનના નિર્માણ માટે એક સમયે 3000 લોકો કામ કરી રહ્યા હતા. તેમજ 6 જેટલી મોટા ક્રેનની મદદ લેવાઈ રહી હતી. એક ક્રેનનું એક દિવસનું ભાડું જ માત્ર રૂપિયા 2 લાખ ચૂકવાયુ છે. ત્યારે હવે સ્ટ્રક્ચર તૈયાર થયા બાદ મેદાનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આયુષ્માન કાર્ડનું મહાકૌભાંડ,સ્ટાફ સહિત અનેક લોડોની સંડોવણી આવી રહી છે સામે
મોટેરા સ્ટેડીયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ પણ બનાવાઈ રહ્યા છે. આ કોર્પોરેટ બોક્સને અલાયદી વ્યવસ્થાઓ સાથે સજ્જ કરાયા છે. તમામ કોર્પોરેટ બોક્સમાં ખાવા પીવાની વ્યવસ્થા, વોશરૂમ, સોફાસેટ, ટીવી અને સાથે 20થી 25 જેટલા લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. ખેલાડીઓના ડ્રેસિંગરૂમની વાત કરીએ તો 20 જેટલા ખેલાડીઓ એક સાથે પોતાની કીટ મૂકી શકે તેવી વ્યવસ્થા સાથે 4 જેટલા તમામ સુવિધાઓથી સજ્જ ડ્રેસિંગરૂમ તૈયાર થઈ રહ્યા છે. લાઈટને લઈને કોઈ સમસ્યા ન સર્જાય તેના માટે બે મોટા જનરેટર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. તો મેદાનમાં પ્રવેશવા માટે કુલ 3 માર્ગ બનાવાઈ રહ્યા છે. મેચ પૂર્ણ થયા બાદ મેદાનની પાછળના ભાગથી પણ દર્શકોને બહાર તરફ જવા માટેનો માર્ગ આપવામાં આવશે. રીવરફ્રન્ટ ખાતેથી પણ એક માર્ગ મેદાન સુધી પહોંચવા માટે તૈયાર કરાશે. જો કે રીવરફ્રન્ટનો આ માર્ગ મેચ વખતે કોર્પોરેટ બોક્સના વેચાણથી થનારી આવક તથા GCA અને BCCI દ્વારા મળનારી સહાયથી કરાશે. તો સાથે જ મેટ્રો માટે એક ખાસ સ્ટેશન મેદાનની અંદર બનાવવામાં આવશે.
ખાનગી કોલેજમાં ડોન તરીકે રોફ જમાવવા માટે અપહરણ કર્યું, હવે જેલની હવા ખાશે
અમદાવાદ ખાતેના મોટેરા ક્રિકેટ સ્ટેડીયમમાં માત્ર ક્રિકેટનું મેદાન નહીં હોય પરંતુ એક ભવ્ય ક્લબ હાઉસ પણ તૈયાર થઈ રહ્યું છે. આ ક્લબ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ તથા વિવિધ પ્રકારની ઇન્ડોર ગેમ જેવી કે પુલ, ટેબલ ટેનીસ, કેરમ, ચેસ રમી શકાય તેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ આ ક્લબ હાઉસમાં 55 જેટલા ભવ્ય રૂમ પણ બનાવાઈ રહ્યા છે જે લગભગ બનીને તૈયાર થઇ ચુક્યા છે. દર્શકોની ક્ષમતાની દ્રષ્ટિથી જોતા 1 લાખની ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલીયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ મોટું હશે. મોટેરા સ્ટેડીયમની ક્ષમતા 1,10,000 ની હશે ત્યારે આ મેદાન માર્ચ સુધીમાં તૈયાર કરવાની હાલ તો તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવામાં આ મેદાનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે તો સાથે જ વર્લ્ડ ઈલેવન અને એશિયા ઈલેવનની પ્રથમ મેચ અહીં રમાય તેનો તખ્તો પણ ગોઠવાઈ રહ્યો છે. ત્યારબાદ IPLની કેટલીક મેચ સહીત IPL ફાઈનલની મેચ માટે પણ હાલ તો મોટેરા ક્રિકેટ સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતાઓ મજબુત બની છે.
મોટેરા સ્ટેડિયમ વિશે આ નહી જાણતા હો...
* અગાઉ મોટેરા સ્ટેડીયમની ક્ષમતા હતી 54000 દર્શકોની
* હવે એક સાથે 1,10,000 જેટલા લોકો બેસીને નિહાળશે મેચ
* L&T દ્વારા સ્ટેડીયમ નવેસરથી બનાવવાની શરૂઆત માર્ચ 2017થી થઈ
* માર્ચ સુધીમાં બનીને તૈયાર થશે મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ
* મોટેરા સ્ટેડીયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે
* પીલ્લરલેસ સ્ટ્રક્ચર હોવાથી સમગ્ર સ્ટેડીયમમાં ક્યાય પીલ્લર નથી મળતા
* મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈપણ વિક્ષેપ વિના મેચ જોઈ શકાશે
* BOSSના મ્યુઝીક સીસ્ટમ સાથે સમગ્ર સ્ટેડીયમ સજ્જ થઈ રહ્યું છે
* સ્ટેડીયમના નિર્માણ માટે એક સમયે 3000 જેટલા લોકો કામ કરી રહ્યા હતા
* 6 મોટી ક્રેનની મદદ લેવાઈ, એક ક્રેનનું એક દિવસનું ભાડું જ માત્ર રૂપિયા 2 લાખ ચૂકવાયું
* મોટેરા સ્ટેડીયમમાં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ એક ભવ્ય ક્લબ હાઉસ પણ છે
* આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલની છે સુવિધા
* વિવિધ પ્રકારની ઇન્ડોર ગેમની પણ ઉભી કરાઈ છે વ્યવસ્થા
* ક્લબ હાઉસમાં 55 જેટલા ભવ્ય રૂમ પણ બનીને થયા છે તૈયાર
* મોટેરા સ્ટેડીયમમાં 4 ડ્રેસિંગરૂમ બનાવવામાં આવ્યા છે
* મેદાનમાં પ્રવેશવા માટે કુલ 3 પ્રવેશદ્વાર હશે
* જુના પ્રવેશદ્વાર સિવાય, VIP એન્ટ્રી અને રીવરફ્રન્ટમાંથી બનાવાશે માર્ગ
* મેટ્રો માટે એક ખાસ સ્ટેશન મેદાનની અંદર બનાવવામાં આવશે
* પાર્કિંગમાં 3000 કાર અને 12 હજાર દ્વિચક્રી વાહનો માટે વ્યવસ્થા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે