ડેટા એન્ટ્રીનું કામ કરવા ગ્રાહકોને ઠગતા કોલ સેન્ટર પર સુરત પોલીસની રેડ

raid on call center : સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર પોલીસે રેડ કરી 11 આરોપીની ધરપકડ કરી છે. કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી શકીલ ધાનીવાલા હોવાનું બહાર આવ્યું છે. જે કોલ સેન્ટર ચલાવતો હતો

ડેટા એન્ટ્રીનું કામ કરવા ગ્રાહકોને ઠગતા કોલ સેન્ટર પર સુરત પોલીસની રેડ

Surat News : સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર પોલીસે રેડ કરી 11 આરોપીની ધરપકડ કરી છે. કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી શકીલ ધાનીવાલા હોવાનું બહાર આવ્યું છે. જે કોલ સેન્ટર ચલાવતો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, ચોકબજાર પોલીસ એ બાતમીના આધારે સિંગણપોર કોઝવે રોડ સ્લીવર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલા ઓફિસમાં ચાલતા કોલ સેન્ટરમાં રેડ પાડી હતી. કોલ સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ ઘાનીવાલા, દિપીકા નવલ પટેલ તેમજ કોલ સેન્ટરમાં કામ કરતા કૌશીક હરેશ પંડ્યા, નિરજકુમાર સુરેશ પટેલ, રાહુલ દાનજી વાઢે૨, યાસ્મીન સમત જમાદાર વિશ્વા હરીવદન મૌસુરીયા, આરતી યશ ગુજ્જર, પ્રીતી બીજય સિંગની ધરપકડ કરાઈ છે. 

આરોપીઓ ગ્રાહકોને ડેટા ઍન્ટ્રીને લાગતા કામમાં ૯૦ ટકાથી ઉપર આવે તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરે છે અને ૯૦ ટકાથી ઓછું કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટી વસુલાત કરે છે. આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા ઍન્ટ્રીનું કામ પહેલેથી જ ૮ ૦થી ૮૫ ટકા થાય તે રીતનું ગોઠવણ કરે છે. ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક્ટ ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે રૂપિયા ૬૫૦૦ની વસુલાત કરે છે. 

આ રીતે કોલસેન્ટર ચલાવતા હતા પોલીસે ટોળકીની ધરપકડ કરી છે. જ્યારે વકીલ તરીકે વાત કરનાર નીસા નામની યુવતીને વોન્ટેડ બતાવી છે. તેની હાલ શોધખોળ ચાલી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news