સુરતમાં સીએનજી પમ્પમાં કારમાં આગ લાગતાં નાસભાગ મચી

કર્મચારીઓ સમયસુચક્તા વાપરી સળગતી કારને ધક્કો મારી પમ્પથી દૂર લઈ ગયા 
 

સુરતમાં સીએનજી પમ્પમાં કારમાં આગ લાગતાં નાસભાગ મચી

સુરતઃ સુરત શહેરના હજીરા વિસ્તારમાં ઈચ્છાપોર નજીક આવેલા સીએનજી પમ્પમાં ગુરૂવારે કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. અચાનક જ કારમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પમ્પના કર્મચારીઓએ સમયસુચક્તા વાપરીને કારને ધક્કો મારીને દૂર લઈ ગયા હતા અને આગ બુઝાવી હતી. 

સુરત શહેરના હજીરા વિસ્તારમાં ઈચ્છાપોર નજીક આવેલા એક સીએનજી પમ્પમાં ગેસ ભરાવા આવેલી કારમાં અચાનક જ આગ ફાટી નિકળી હતી. આગ લાગતાં પમ્પ પર નાસભાગ મચી ગઈ હતી અને લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. 

જોકે, પમ્પના સિક્યોરિટી કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે પમ્પ ખાલી કરાવ્યો હતો. પમ્પના કર્મચારીઓએ પણ હિમ્મત દાખવીને સળગતી કારને ધક્કો મારીને પમ્પથી દૂર લઈ ગયા હતા. ત્યાર બાદ ફાયર સેફ્ટીના સાધનો વડે તેમણે કારમાં લાગેલી આગને બુઝાવી હતી. 

કારમાં આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું ન હતું. ઉલ્લેખનીય છે કે, સીએનજી કારમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news