વડોદરાના ઉદ્યોગપતિએ 11 બેંકોને 2600 કરોડનો ચૂનો ચોપડ્યો, CBI ત્રાટકી

વડોદરાના જાણીતા ઉધોગપતિ અને રાજ્ય સરકાર સાથે ઘરોબો ધરાવતા અમીત ભટનાગર ડાયમંડ પાવર ઈન્ફ્રા પ્રાઈવેટ લિમીટેડ કંપનીના માલિક છે. જેમણે 11 બેન્કો પાસેથી 2650 કરોડની લોન લીધી હતી. 

વડોદરાના ઉદ્યોગપતિએ 11 બેંકોને 2600 કરોડનો ચૂનો ચોપડ્યો, CBI ત્રાટકી

વડોદરા: વડોદરાના જાણીતા ઉધોગપતિ અને રાજ્ય સરકાર સાથે ઘરોબો ધરાવતા અમીત ભટનાગર ડાયમંડ પાવર ઈન્ફ્રા પ્રાઈવેટ લિમીટેડ કંપનીના માલિક છે. જેમણે 11 બેન્કો પાસેથી 2650 કરોડની લોન લીધી હતી. જે છેલ્લા ઘણા સમયથી ચુકવણી ન કરતા બેન્કોએ સીબીઆઈને ફરીયાદ કરી હતી. જેના આધારે સીબીઆઈની વિવિધ ટીમોએ અમીત ભટનાગરના નિવાસસ્થાન, કંપની, ફાર્મહાઉસ પર એકસાથે રેડ કરી કાર્યવાહી શરૂ કરી હતી. 

અમીત ભટનાગર હંમેશા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે ત્યારે સીબીઆઈની કાર્યવાહી બાદ તે ફરી વખત ચર્ચામાં આવ્યા છે. અમીત ભટનાગર રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ સાથે ઘરોબો ધરાવે છે. તેમજ સ્વીચ અને વડફેસ્ટ જેવા મોટા કાર્યક્રમો પણ વડોદરામાં સરકાર સાથે મળીને કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમિત ભટનાગરની કંપની ડાયમંડ પાવર એન્ડ ઈન્ફ્રા પર હાલમાં 2654 કરોડ રૂપિયા કરતા વધારે દેવુ છે. તાજેતરમાં અમિત ભટનાગરે પોતાના ગ્રુપની એક કંપની ડાયમંડ પાવર માટે નેશનલ કંપની લો ટ્રીબન્યુનલે નાદારી જાહેર કરેલી છે. આ પહેલા અમિત ભટનાગરે અટલાદરામાં બાંધેલા નોર્થ વે આર્ટેરિયમના બે માળ મુંબઈની ફાઈનાન્સ કંપની સીકોમે કબજે લીધા હતા. આ બે ફ્લોર ગીરવે મુકીને અમિત ભટનાગરે તેમની કંપની ડાયમંડ પાવર માટે ૪૦ કરોડની લોન લીધી છે.

કોંગ્રેસનાં નેતા નરેન્દ્ર રાવતે અમીત ભટનાગર મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતાં. અમીત ભટનાગર પાસેથી રૂપિયા રીકવર કરવાની માંગ પણ કરી છે. આ એ જ અમિત ભટનાગર છે. જેને વાળા પ્રધાને સ્વચ્છતા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. અમિત ભટનાગરે 2017માં વડોદરામાં સ્વીચ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સૌરભ પટેલનાં કારણે રાજ્ય સરકારે તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. જેમાં પણ નાણાંકીય ગેરરીતિ થઇ હોવાનાં આક્ષેપો સામે આવ્યાં હતાં.

પત્નીના જન્મદિને જ રેડ પડી
5 એપ્રિલે અમિત ભટનાગરની પત્નીનો જન્મદિન હતો. અમિતે સોશિયલ નેટવર્ક પર પત્નીને શુભેચ્છાની પોસ્ટ પર કરી હતી. પત્નીના જન્મદિને જ સીબીઆઇની ટીમે ન્યૂ અલકાપુરી સ્થિત બંગલામાં સ્થળે રેડ પાડી હતી.

ડાયમંડર પાવર ઈન્ફ્રા. કંપની બે વર્ષની ખોટ રૂ. ૧,૦૯૦ કરોડ  
અમિત ભટનાગરની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ચાર વર્ષથી ખોટ કરી રહી છે. ૨૦૧૬-૧૭માં કંપનીએ રૂ. ૨૮૩.૯૭ કરોડ ખોટ બતાવી હતી. ૨૦૧૭-૧૮માં આ ખોટ વધીને ૮૦૭. ૮૪ કરોડ પર પહોંચી હતી. બે વર્ષમાં જ કંપનીએ રૂ. ૧,૦૯૦ કરોડની ખોટ કરી છે, છતાં ડાયરેક્ટરો દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવતાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news