LIVE: કાળિયાર કેસ મામલે સલમાનને જામીન મળશે કે જેલમાં રહેશે, આવતીકાલે થશે ચૂકાદો
જોધપુર સેંટ્રલ જેલમાં બંધ કેદી નંબર 106 એટલે સલમાન ખાને પ્રથમ રાત પસાર કરી લીધી છે. સલમાન ખાનને જોધપુરના કંકાણીમાં 1998માં બે કાળિયારના શિકાર કરવાના આરોપમાં જોધપુરની સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આજે સલમાન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે.
Trending Photos
જોધપુર: જોધપુર સેંટ્રલ જેલમાં બંધ કેદી નંબર 106 એટલે સલમાન ખાને પ્રથમ રાત પસાર કરી લીધી છે. સલમાન ખાનને જોધપુરના કંકાણીમાં 1998માં બે કાળિયારના શિકાર કરવાના આરોપમાં જોધપુરની સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આજે સલમાન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં થોડીવારમાં સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલ મહેશ બોડાએ દલીલો રજૂ કરી હતી. તેમણે સલમાન ખાનને શંકાનો લાભ મળે તેવી દલીલો રજૂ કરી હતી. જોકે સેશન્સ કોર્ટના જજ રવીંદ્વ કુમાર જોશી સલમાનના જામીન પર શનિવારે ચૂકાદો સંભળાવશે.
- સલમાનને જેલમાં મળવા માટે તેમની બંને બહેનો જેલ માટે રવાના થઇ
- શનિવારે સવારે 10.30 વાગે સલમાનની જામીન પર સેશન્સ કોર્ટના સજ ચૂકાદો સંભળાવશે
- જજ રવીંદ્વ કુમાર જોશીએ સલમાનના વકીલની બધી દલીલો સાંભળી
- લગભગ દોઢ કલાક ચર્ચા ચાલી
- સેશન્સ કોર્ટના જજ રવીંદ્વ કુમાર જોશી સલમાનના જામીન પર શનિવારે ચૂકાદો સંભળાવશે
- જોધપુર સેશન્સ કોર્ટમાં સલમાન ખાનની સજા પર ચર્ચા પુરી થઇ ગઇ છે.
- સેશન્સ કોર્ટમાં સલમાન સ્થગિત કરવા પર ચર્ચા શરૂ, વકીલે કહ્યું 'લાંબી ચર્ચા ચાલી શકે છે
- સલમાનના વકીલે સેશન્સ કોર્ટના જજને કહ્યું કે સલમાન ખાનને શંકાનો લાભ મળે
- જોધપુર સેશન્સ કોર્ટમાં સલમાન સજા સ્થગિત રાખવા પર ચર્ચા શરૂ
- સલમનના વકીલ મહેશ બોડાએ દલીલો રજૂ કરી.
- સેશન કોર્ટમાં બહાર બિશ્નોઇ સમાજના લોકો એકઠા થયા.
- સેશન કોર્ટના જજ રવીંદ્વ કુમાર જોશીએ સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી.
- સલમાનના વકીલ મહેશ બોડાનો દાવો, મળી રહી છે ધમકી, બોડાએ આરોપ લગાવ્યો છે કે તેમને ધમકીભર્યા કોલ અને મેસજ આવ્યા. આ ઉપરાંત તે સલમાનના કેસ સાથે જોડાયેલા રહેશે.
- વકીલે વિશ્વાસ વ્યક્ત કર્યો, આજે સલમાનને મળી જશે જામીન
- સલમાનના જામીન પર સુનાવણી માટે જજ રવીંદ્વ કુમાર જોશી પણ કોર્ટ પહોંચ્યા.
- વકીલ દેસાઇ અને સલમાનની બે બહેનો સાથે સલમાનના બોડીગાર્ડ શેરા પણ હાજર છે.
-વકીલ આનંદ દેસાઇ સાથે સલમાન ખાનની બંને બહેનો અલવીરા અને અર્પિતા સેશન્સ કોર્ટ પહોંચી
- સેશન્સ કોર્ટમાં જજ રવીંદ્ર કુમાર જોશી સુનવણી કરશે.
- સલમાન વિરૂદ્ધ કેસ દાખલ કરનાર ફોરેસ્ટ ઓફિસર લલિત બોરાએ નાગપુરમાં મીડિયામાં કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું નથી કે તે એક બોલીવુડ સ્ટાર વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યાં છે.
- સવારે લગભગ 8.0 વાગે સલમાનના બોડીગાર્ડ શેરા અને તેમના વકીલ આનંદ દેસાઇ જોધપુર સેંટ્રલ જેલ પહોંચ્યા.
- આજે સવારે 7.30 વાગે સલમાને જેલ કેન્ટીનમાંથી પોતાના માટે બ્રેડ અને દૂધનો ઓર્ડર કર્યો.
- સવારે 6.30 વાગે સલમાન ખાન ઉઠ્યા.
- પ્રથમ રાત બેચેનીમાં પસાર થઇ
- આખી રાત તે જ કપડાંમાં રહ્યા, જે ગુરૂવારે કોર્ટમાં પહેરીને આવ્યા હતા.
- રાત્રે 12:30 વાગે સલમાન બેરકની અંદર ગયા
- સલમાને જેલમાં રાત્રે ભોજન લેવાની ના પાડી
- જેલમાં સલમાનનો મેડિકલ ચેકઅપ થયો, જેમાં તેમનું બ્લડ પ્રેશર હાઇ જોવા મળ્યું.
શું કહે છે નિયમ
સીઆરપીસીના નિયમ મુજબ કોઇપણ દોષીને જો ત્રણ વર્ષથી વધુ સજા ફટકારવામાં આવે છે તો ફક્ત સેશંસ કોર્ટ જ તેને જામીન આપી શકે છે. સેશંસ કોર્ટમાં જામીન અરજી દરમિયાન જજમેંટની કોપી લગાવવાની હોય છે. ગુરૂવારે ચૂકાદા બાદ સલમાન ખાનના વકીલો પાસે એટલો સમય ન હતો કે તે કોપી લઇને સબમિટ કરી શકે, જોકે કોર્ટે જામીન અરજી પર સુનવણી માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો હતો. તમને જણાવી દઇએ કે શુક્રવારે સલમાન ખાનની જામીન અરજી પર ફેંસલો નથી આવતો તો તેને જેલમાં જ રહેવું પડશે. જો સેશંસ કોર્ટ આજે સલમાનની જામીન અરજી નકારી કાઢે તો સલમાન ખાન હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.
સલમાનની આંખમાંથી સરી પડ્યા હતા આંસૂ
ગુરૂવારે જોધપુર કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ કોર્ટરૂમમાં સલમાન ખાન ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાં આંસૂ આવી ગયા હતા. કોર્ટરૂમમાં હાજર સલમાનની સાથે બેઠેલી તેમની બહેન અલવીરાએ સલમાનને ચશ્મા પહેરાવ્યા હતા. આ દરમિયાન સલમાન સાથે-સાથે તેમની બહેનો અલવીરા અને અર્પિતા રડી પડી હતી. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનને બહેન અલવીરાએ એંટી ડિપ્રેશનની દવા આપી હતી.
સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રેને મુક્ત કર્યા
કાળિયાર કેસમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ હતો. આ સ્ટાર્સને 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ મથક વિસ્તારના કાંકાણી ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓને કોર્ટે જણાવ્યું હતું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો તે સમયે બધા આરોપીઓ જિપ્સી ગાડીમાં સવાર હતા. કેસનો ચૂકાદો સંભળાવતાં કોર્ટે કહ્યું હતું કે આ વાતના નક્કર પુરાવા નથી કે સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રેએ કાળિયારનો શિકાર કર્યો હતો, એટલા માટે તેમને છોડી મુકવામાં આવે છે.
જેલ પહોંચતાં પહેલાં પિતા સાથે કરી વાતચીત
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જેલના સળિયા પાછળ કેદ થતાં પહેલાં સલમાન ખાને પોતાના પિતા સલીમ ખાન સાથે વાતચીત કરી હતી. સલમાને જોધપુર જેલમાં પહોંચતાં સૌથી પહેલાં તેમનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. રાત્રે સલમાનને ચાર ધાબળા આપવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે