31 ડિસેમ્બરની ઉજવણી કરો સોમનાથ મંદિરે, હોટલ બુક કરો અને મેળવો 25 ટકા ડિસ્કાઉન્ટ

કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 31 ડિસેમ્બરના મિની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકનાં ગેસ્ટ હાઉસ અને અતિથીગૃહોમાં 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારા પર્યટકોને 15થી 25 ટકા જેટલું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 

31 ડિસેમ્બરની ઉજવણી કરો સોમનાથ મંદિરે, હોટલ બુક કરો અને મેળવો 25 ટકા ડિસ્કાઉન્ટ

પાટણ : કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 31 ડિસેમ્બરના મિની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકનાં ગેસ્ટ હાઉસ અને અતિથીગૃહોમાં 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારા પર્યટકોને 15થી 25 ટકા જેટલું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 

આ અંગે ટ્રસ્ટનાં જીએમે જણાવ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીના કારણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને વેપાર ઉદ્યોગમાં તેની ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઇ હોવાનાં કારણે મંદીનો સામનો કરી રહ્યો છે. નાના ઉદ્યોગો ધરાવતા લોકોને ખુબ જ અસર પડી રહી છે. હાલ ડિસેમ્બર ચાલી રહ્યો છે ત્યારે મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યતાવત્ત રહે તેવી શક્યતાઓ છે. તેને ધ્યાને રાખીને લોકો નાના ડેસ્ટિનેશન તરફ જવાનું વિચારી રહ્યા છે. તેવામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા વર્ષો દરમિયાન 31 ડિસેમ્બરના મિની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. તથા સ્થાનીક રોજગાર પણ મળી રહે તેવા આશ્રયથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન ટ્રસ્ટના લીલાવતી, માહેશ્વરી અતિથિભવન અને સાગરદર્શન અતિથિગૃહમાં રૂમો બુક કરાવનારા પર્યટકોને ભાડામાં મહત્તમ 25 ટકા સુધીનાં ડીસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓફલાઇન કે ઓનલાઇન માધ્યમથી રૂમ બુક કરાવનારા પર્યટકોને લાભ મળશે. 

સોમવતી અમાસે સોમનાથમાં સેંકડો પ્રવાસીઓ ઉમટી પડ્યાં
પવિત્ર કાર્તિક માસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમ પાવન દીવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી, પિતૃતર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું. શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટ્લે વિશ્વની લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભન્ડાર. જગતની પાલનકર્તા ઉર્જાનો ઉદભવ પ્રભાસક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરુપમાંથયો. અરબી સમુદ્રના કીનારે બીરાજમાન શ્રીસોમનાથ મહાદેવ વિશ્વનુ પ્રથમ જ્યોતિર્લંગ છે.આવીજ રીતે આ પવિત્ર ધરતિમાં ક્રુષ્ણ ભગવાને ૫૬ કોટિ યાદવોનો ઉધ્ધાર કરવા માટે  પવિત્ર ત્રીવેણી સંગમ ના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ. ક્રુષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અને અહી સોમવતી  અમાષે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નીવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વીદીત છે.

આજરોજ સોમવતી અમાસના દિવસે ત્રીવેણી સંગમમાં હજારોની સંખ્યામાં ભાવીક ભક્તજનોએ સ્નાન કરી પીપળાના વ્રુક્ષને પાણી ચડાવી, પિત્રુતર્પણ કર્યું હતુ. પિત્રુઓને યાદ કરી શ્રાધ્ધાદીક કર્મ કરવાથી આરોગ્ય, સુખ, શાંતી તેમજ સમ્રુધ્ધી પ્રાપ્ત થાય છે. પુરાણોમાં પણ પવીત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતી મહત્વ છે. આજે આ અલભ્ય દિવસનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી. આ પવીત્ર ભુમીમાં પ્રસ્થાપીત આધ્યાત્મીક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિકભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. કોઇ રોગના નીવારણ માટે, કોઇ દરીદ્રતાના નીવારણ માટે, તો કોઇ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પીત્રુઓને યાદ કરી પવિત્ર ત્રીવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન પુન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news