બબીતા ફોગાટ બોલી, કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે

2012ની રાષ્ટ્રમંડળ ગેમ્સની ચેમ્પિયન બબીતાએ દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. 

બબીતા ફોગાટ બોલી, કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે

નવી દિલ્હીઃ દિગ્ગજ મહિલા રેસલર બબીતા ફોગાટ  (Babita Phogat)એ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી અને વામપંથી વિચારધારાના લોકો કિસાનોનું ભલુ ન કરી શકે. તેણે સોમવારે ટ્વીટ કરતા લખ્યું કે, કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે. મોટી સંખ્યામાં કિસાન દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. 

કોમનવેલ્થ ગેમ્તમાં ત્રણ મેડલ (1 ગોલ્ડ અને 2 સિલ્વર) પોતાના નામે કરનારી બબીતાએ ટ્વીટ કર્યું, હવે લાગે છે કે કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે. બધા કિસાન ભાઈઓને હાથ જોડીને વિનંતી કરુ છું કે મહેરબાની કરી પોતાના ઘરે પરત ફરે. 

— Babita Phogat (@BabitaPhogat) December 14, 2020

તેમણે આગળ લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યારેય કિસાન ભાઈઓનો હક મારવા દેશે નહિ. કોંગ્રેસ અને વામપંથી લોકો કિસાનોનું ભલુ ન કરી શકે. 2012ની રાષ્ટ્રમંડળ ગેમ્સની ચેમ્પિયન બબીતાએ દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. 

બબીતાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. અનેક લોકો તેને રિટ્વીટ અને લાઇક કરી રહ્યાં છે. 

સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેની કેન્દ્રને ચેતવણી, કિસાનોનો મુદ્દો હલ નહીં થાય તો કરશે ભૂખ હડતાલ

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ચુકેલી બબીતા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપમાં એક-એક બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. આ સિવાય કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં તેના નામે બે ગોલ્ડ મેડલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news