સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેની કેન્દ્રને ચેતવણી, કિસાનોનો મુદ્દો હલ નહીં થાય તો કરશે ભૂખ હડતાલ
છેલ્લા 19 દિવસથી દિલ્હીની વિવિધ બોર્ડરો પર આંદોલન કરી રહેલા કિસાનોના સમર્થનમાં હવે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે આવ્યા છે.
Trending Photos
મુંબઈઃ જાણીતા સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ કિસાનોના સમર્થનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખીને કહ્યુ કે, જો કિસાનોના મુદ્દાનો ઉકેલ ન આવ્યો તો કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભૂખ હડતાલ કરશે. તેમણે ચેતવણી આપી કે જો કિસાનોની માંગોને સાંભળવામાં આવશે નહીં તો તે જન આંદોલન કરશે. અન્ના હઝારેએ કહ્યુ કે, તત્કાલીન કોંગ્રેસ સરકારને 'લોકપાલ આંદોલન' દરમિયાન હલાવી દીધી હતી. મેં તે કિસાનોના વિરોધને તે રીતે જોઉ છું. અન્નાએ કહ્યુ કે, કિસાનો દ્વારા કરવામાં આવેલા ભારત બંધ દરમિયાન મેં મારા ગામ રાલેગાંવ સિદ્ધિમાં એક દિવસનો ઉપવાસ કર્યો હતો. કિસાનોની માંગોને મારૂ સંપૂર્ણ સમર્થન છે. અન્નાએ કહ્યુ કે, કોઈ દેશમાં કિસાન વિરુદ્ધ કોઈ કાયદાને સ્વીકારી શકાય નહીં, જે તેની વિરુદ્ધ છે. જો સરકાર તેમ કરે છે તો તેની વિરુદ્ધ આંદોલન યોગ્ય છે.
Social activist Anna Hazare has written to Union Agriculture Minister stating that he will launch hunger strike against Central Government if the farmers issues are not resolved pic.twitter.com/nX7DDA6yet
— ANI (@ANI) December 14, 2020
મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાથી મુખ્ય રૂપે પંજાબ અને હરિયાણાના હજારો કિસાન ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે હે હાલના દિવસોમાં સંસદમાં પસાર કરવામાં આવેલા કાયદાને રદ્દ કરવામાં આવે. કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. 12 ડિસેમ્બરે હાઈવે બંધ કરવાનું આહ્વાન કર્યું હતું. 14 ડિસેમ્બરે જિલ્લા મુખ્યાલયો પર ધરણા અને કિસાન નેતાઓએ એક દિવસની ભૂખ હડતાલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે