ચરોતર પંથકના ખેડૂતો માટે આનંદના સમાચારઃ આ વર્ષે તમાકુના ભાવ ઐતિહાસિક સપાટીએ, 20 ટકાનો વધારો

ચરોતર પ્રદેશના ખેડૂતોની મુખ્ય ખેતી તમાકુની છે, ચાલુ વર્ષે તમાકુના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચરોતરમાં તમાકુના ભાવ ગંભીરા ભાઠા મંડળી થકી જાહેર થતા હોય છે. ચાલુ વર્ષે પણ ગંભીરા ભાઠા મંડળી ખાતે મંડળીમાં તમાકુની જાહેર હરાજી થઈ હતી.

 ચરોતર પંથકના ખેડૂતો માટે આનંદના સમાચારઃ આ વર્ષે તમાકુના ભાવ ઐતિહાસિક સપાટીએ, 20 ટકાનો વધારો

ઝી ન્યૂઝ/આણંદ: ચરોતરના ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. સામાન્ય રીતે ચરોતરના પટ્ટા પર તમાકુંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે તમાકુના ભાવમાં તેજીના ટકોરો વાગી ગયા છે. આ વર્ષે તમાકુના ભાવમાં ખેડૂતોને 20 ટકાનો વધારો મળી રહ્યો છે. ચરોતરમાં ગંભીરા ભાઠા મંડળીમાં તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં ભાઠાની તમાકુનો ભાવ પ્રતિ મણે 3450 રૂપિયા બોલાયો હતો. ગત વર્ષે 2799 રૂપિયા તમાકુનો ભાવ બોલાયો હતો. તમાકુના ઊંચા ભાવ જાહેર થતાં ખેડૂતોમાં ખુશીનો પાર દેખાતો નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ચરોતર પંથક સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તમાકુનું વાવેતર કરવામાં આવે છે. જેમાં ચરોતરમાં સૌથી વધુ ખેડૂતો તમાકુંનું વાવેતર કરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તમાકુંના ભાવમાં વધારો જાહેર કરાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 20 ટકા ભાવ વધારાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. 

ચરોતર પ્રદેશના ખેડૂતોની મુખ્ય ખેતી તમાકુની છે, ચાલુ વર્ષે તમાકુના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચરોતરમાં તમાકુના ભાવ ગંભીરા ભાઠા મંડળી થકી જાહેર થતા હોય છે. ચાલુ વર્ષે પણ ગંભીરા ભાઠા મંડળી ખાતે મંડળીમાં તમાકુની જાહેર હરાજી થઈ હતી. જેમાં અનેક વહેપારીઓએ બંધ કવરમાં તમાકુના ભાવ ભર્યા હતા. ખેડૂતો અને વહેપારીઓની ઉપસ્થિતિમાં આ બંધ કવર ખોલવામાં આવતા ચાલુ વર્ષે તમાકુના ભાવ અત્યાર સુધીની સરખામણી એ સૌથી ઊંચા જોવા મળ્યા છે. 

ગત વર્ષે તમાકુના ભાવ પ્રતિ મણ 2799 રૂપિયા જાહેર થયા હતા, જે આજે 3450 રૂપિયા જાહેર થયા છે. ગંભીરા ભાઠાની તમાકુના ભાવ જાહેર થયા બાદ ચરોતરમાં અન્ય તમાકુના ભાવ જાહેર થતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે ચરોતરની અન્ય વિસ્તારની તમાકુના ભાવ પણ ઊંચા જશે તેવી આજના જાહેર થયેલ ભાવ ઉપરથી ખેડૂતોને આશા બંધાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news