અમિતાભ, આમિર, આલિયા બધાએ કેમ બંધ કર્યું નોનવેજ? સેલિબ્રિટી કેમ બની રહ્યાં છે શાકાહારી? જાણો સાચું કારણ

એક સમયે સદીના મહાનાયક કહેવાતા અમિતાભ નોનવેજીટેરિયન હતાં. તેઓ ખુબ શોખથી માંસાહાર આરોગતા હતાં. જોકે, વર્ષો થઈ ગયા તેમણે માંસાહારનો ત્યાગ કરી દીધો છે. એજ રીતે આમિર ખાન, આલિયા ભટ્ટ, કરિના કપૂર ખાન, જોન ઈબ્રાહિમ સહિત એવા ઢગલાંબંધ કલાકારો છે જેમણે માંસાહારનો ત્યાગ કરી દીધો છે. અને હજુ પણ આ લીસ્ટમાં વધારો થઈ રહ્યો છે. જાણો એવું તો શું કારણ છેકે, ફિલ્મી સિતારાઓ વેજીટેરિયન બની રહ્યાં છે.

અમિતાભ, આમિર, આલિયા બધાએ કેમ બંધ કર્યું નોનવેજ? સેલિબ્રિટી કેમ બની રહ્યાં છે શાકાહારી? જાણો સાચું કારણ

નવી દિલ્લીઃ શાકાહારી હોવાના ફાયદા: શાકાહારી આહાર અપનાવવો તે સ્વાસ્થ્ય અને ખુશ રહેવાનો સૌથી સરળ ઉપાય છે. શાકાહારી આહાર એ સંપૂર્ણ આહાર છે. જેમાં શરીરને ફાઈબર, વિટામીન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ અને અનેક ફાઈટોકેમિકલ્સનો લાભ મળે છે. આ જ કારણ છે કે શાકાહારીઓને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું હોય છે. આ સિવાય શાકાહારી ખોરાક પચવામાં સરળ હોય છે. તેને રાંધવામાં પણ ઓછો સમય લાગે છે. શાકભાજી આપણા સ્વસ્થ જીવન માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને શાકાહારી બનવાના 8 ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. તે જાણીને તમને નવાઈ લાગશે.

એક સમયે સદીના મહાનાયક કહેવાતા અમિતાભ નોનવેજીટેરિયન હતાં. તેઓ ખુબ શોખથી માંસાહાર આરોગતા હતાં. જોકે, વર્ષો થઈ ગયા તેમણે માંસાહારનો ત્યાગ કરી દીધો છે. એજ રીતે આમિર ખાન, આલિયા ભટ્ટ, કરિના કપૂર ખાન, જોન ઈબ્રાહિમ સહિત એવા ઢગલાંબંધ કલાકારો છે જેમણે માંસાહારનો ત્યાગ કરી દીધો છે. અને હજુ પણ આ લીસ્ટમાં વધારો થઈ રહ્યો છે. જાણો એવું તો શું કારણ છેકે, ફિલ્મી સિતારાઓ વેજીટેરિયન બની રહ્યાં છે.

1. આયુષ્ય વધારે છે-
જોકે, એવા ઘણા કારણો છે, જે આયુષ્ય વધારવા માટે જવાબદાર છે. શાકાહારી આહાર અપનાવવો એ આ કારણોમાંનું જ એક છે. જેનું તમે પાલન શકો છો. તમે જેટલા વધારે ફળ અને શાકભાજી ખાવ છો, એટલા ઓછા ટોક્સિન અને કેમિકલનું શરીરમાં નિર્માણ થાય છે.2. લોઅર કોલેસ્ટ્રોલ લેવલ-
શાકાહારી ખોરાક કોલેસ્ટ્રોલ મુક્ત હોય છે. કોલેસ્ટ્રોલ એ દરેક માનવ કોષનું આવશ્યક ઘટક છે. શાકાહારીઓને પૂરતું કોલેસ્ટ્રોલ ન મળવાની ચિંતા કરવાની જરૂર નથી. શરીર પોતાને જરૂરી તમામ કોલેસ્ટ્રોલ શાકાહારી ખોરાકમાંથી બનાવી શકે છે. શાકાહારી આહારને લાંબા ગાળા સુધી ખાવાની અસરોની તપાસ કર્યા પછી, કોરિયન સંશોધકો એ નિષ્કર્ષ પર આવ્યા કે શાકાહારીઓમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું સ્તર પ્રાણીઓ કરતાં ઓછું હોય છે.

3. સ્ટ્રોક અને સ્થૂળતાનું ઓછું જોખમ-
યુનિવર્સિટી હોસ્પિટલ ગેન્ટ બેલ્જિયમના બાળરોગ વિભાગનું કહેવું છે કે, શાકાહારી આહાર અપનાવવો એ સ્ટ્રોક અથવા મેદસ્વી બનવાની શક્યતાઓને ઘટાડવાનો એક સરળ માર્ગ છે.4. ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે-
શાકાહારી આહાર ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ઘણા શાકાહારી આહાર લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર રાખે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માંસાહારી લોકો કરતાં શાકાહારીઓમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ અડધું હોય છે.

5. સ્વસ્થ ત્વચા-
જો તમે સ્વસ્થ ત્વચા ઈચ્છો છો, તો તમારે પુષ્કળ પાણીની સાથે વિટામિન્સ અને મિનરલ્સનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આપણે જે ફળો અને શાકભાજી ખાઈએ છીએ. તે વિટામિન્સ અને ખનિજથી ભરપૂર હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ઘણા શાકાહારી ખોરાક તંદુરસ્ત ત્વચા સાથે રોગમુક્ત રહેવામાં મદદ કરે છે.6. ડિપ્રેશન ઘટાડી શકે છે-
સંશોધન મુજબ, માંસાહારી કરતાં શાકાહારી લોકો વધુ ખુશ હોય છે. એવું પણ જાણવા મળ્યું હતું કે જેઓ માંસ અથવા માછલી ખાય છે તેના કરતાં શાકાહારીનો ડિપ્રેશન ટેસ્ટ અને મૂડ પ્રોફાઈલમાં ઓછો સ્કોર હોય છે. તેમજ મોટાભાગના શાકાહારી ખોરાકમાં તાજગીનું તત્વ હોય છે.

7. મેટાબોલિઝમ સુધારે છે-
શાકાહારી ખોરાક પચવામાં સરળ છે. જેના કારણે શરીરમાં મેટાબોલિઝમ પ્રક્રિયા સારી હોય છે.8. શાકાહારી ભોજન ઓછુ ખર્ચાળ હોય છે-
જો તમે શાકાહારી આહારનું પાલન કરો છો. તો તમે સારી રકમ બચાવી રહ્યા છો. શાકાહારી ખોરાકની સરખામણીમાં માંસાહારી ખોરાક નિઃશંકપણે મોંઘો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news