ગરીબ માતાપિતા વિદ્યાર્થીઓને તૈયાર કરીને સરકારી શાળામાં ભણવા મોકલે છે, અને શિક્ષકો કરાવે છે ‘આવુ’ કામ

છોટાઉદેપુરના રતનપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવવામાં આવે છે. અશ્વિન નદીમાંથી બાળકોને પથ્થર લાવવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. શુક્રવારે આચાર્યે શાળામાં બાળકો પાસે કામ કરાવતા ગ્રામજનોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. અગાઉ પણ અનેક વખત આચાર્યે બાળકો પાસે કામ કરાવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ આચાર્ય સામે કાર્યવાહીની માગ કરી છે. મહત્વનું છે કે, આ ગામની શાળામાં ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીએ અભ્યાસ કરે છે. નાના ભૂલકાઓને શિક્ષણ આપવાની જગ્યાએ મજુરી કામ કરાવવામાં આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. એક તરફ શિક્ષણ સ્તરને ઉંચુ લઈ જવા માટે કામગીરી કરવામાં આવે છે, તો બીજી તરફ શાળાના આચાર્ય જ બાળકો પાસે કામ કરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોની ઝી 24 કલાક પુષ્ટી કરતુ નથી. 
ગરીબ માતાપિતા વિદ્યાર્થીઓને તૈયાર કરીને સરકારી શાળામાં ભણવા મોકલે છે, અને શિક્ષકો કરાવે છે ‘આવુ’ કામ

સલમાન મેમણ/છોટાઉદેપુર :છોટાઉદેપુરના રતનપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવવામાં આવે છે. અશ્વિન નદીમાંથી બાળકોને પથ્થર લાવવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. શુક્રવારે આચાર્યે શાળામાં બાળકો પાસે કામ કરાવતા ગ્રામજનોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. અગાઉ પણ અનેક વખત આચાર્યે બાળકો પાસે કામ કરાવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ આચાર્ય સામે કાર્યવાહીની માગ કરી છે. મહત્વનું છે કે, આ ગામની શાળામાં ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીએ અભ્યાસ કરે છે. નાના ભૂલકાઓને શિક્ષણ આપવાની જગ્યાએ મજુરી કામ કરાવવામાં આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. એક તરફ શિક્ષણ સ્તરને ઉંચુ લઈ જવા માટે કામગીરી કરવામાં આવે છે, તો બીજી તરફ શાળાના આચાર્ય જ બાળકો પાસે કામ કરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોની ઝી 24 કલાક પુષ્ટી કરતુ નથી. 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુરા ગામે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 225 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં 7 શિક્ષકો ફરજ બજાવે છે. નદી કિનારે પ્રાથમિક શાળા આવેલી હોઈ પ્રાથમિક શાળામાં ભણતા બાળકો પાસે આચાર્ય નદીમાંથી પથ્થર વીણાવીને શાળાના કેમ્પસમાં નંખાવે છે. તેમજ શાળાના કેમ્પસમાં માટી કામ શિક્ષક દ્વારા કરવામાં આવે છે. અગાઉ છોટાઉદેપુર જિલ્લાની અનેક શાળામાં બાળકો સાથે કામગીરી કરાવતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

આ સમગ્ર બનાવનો જાગૃત યુવાને અલગ અલગ દિવસે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સરકાર અને જિલ્લાના અધિકારીઓ અને તંત્ર જાગે આ બનાવ અંગે તપાસ કરે તેવું ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સમગ્ર બનાવ અંગે જિલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આદિવાસી વિસ્તારમાં હવે યુવાનો જાગૃત બન્યા છે અને પોતાના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે શાળાની દેખરેખ પણ રાખે છે.

અમે કાર્યવાહી કરીશુ 
આ મામલે ઝી 24 કલાકે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, વીડિયો વાયરલ થતા અમારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલે TDOને તપાસ કરવાના આદેશ અપાયા છે. આગામી દિવસોમાં તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે.

આ વીડિયોથી અનેક સવાલ પેદા થાય છે. શાળામાં અભ્યાસ કરવા પહોંચતા બાળકો પાસે મજુરી કેમ? શું શાળાના આચાર્યને બાળકોને ભણાવવામાં રસ નથી? શાળામાં બાળકો પાસેથી કેમ કરાવાય છે કામ? બાળકો પાસે કામ કરાવતા આચાર્ય સામે થશે કાર્યવાહી? શું આ સમગ્ર ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારી અજાણ છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news