બાળ તસ્કરી News

સુરતમાં બાળ તસ્કરીનું મસમોટું કૌભાંડ પકડાયું, મજૂરી માટે લવાયેલા 125થી વધુ
સુરતમાં માનવ તસ્કરી (human trafficking scandal) નું મસમોટું કૌભાંડ પકડાયું છે. પુણાના સીતાનગરમાં રાજસ્થાન, દિલ્હી પોલીસ અને ચાઈલ્ડ કમિશન તથા સુરત પોલીસ (Surat police)દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ‘બચપન બચાવો’ અંતર્ગત 125થી વધુ બાળકોને (child trafficking) શોધી કાઢવામાં આવ્યા હતા. આ બાળકો પાસેથી સ્થાનિક ઉદ્યોગમાં કામ કરાવવામાં આવતું હતું. વહેલી સવારે કરાયેલા આ સયુંક્ત ઓપરેશનથી દોડધામ મચી હતી. પોલીસ દ્વારા કેટલાક દલાલો અને વચેટીયાઓની પણ અટકાયત કરવામાં આવી હતી, જેઓ આ બાળકોને લઈ આવ્યા હતા. તમામ બાળકોને મુક્ત કરાવીને પુણા પોલીસ સ્ટેશન લવાયા હતા, તો રાજસ્થાનના બાળકોને પરત લઈ જવાશે. આમ, રાજસ્થાન અને ગુજરાત સરકારને આ કામમાં મોટી સફળતા મળી છે.
Dec 29,2019, 13:11 PM IST

Trending news