અમદાવાદ: શહેર કોટડા પોલીસે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો નકલી DYSP ઝડપ્યો

રાજ્યમાં એક બાજુ પોલીસની જવાનોની ઘટ પડી રહી છે. ત્યારે હવે રાજ્યમાં ઠેર-ઠેર પોલીસ વર્ધીમાં ફરી રહેલી નકલી પોલીસના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાંથી નકલી ડીવાયએસપીની શહેર કોટડા પોલીસે ઝડપી લીધા છે. 

Updated By: Jun 7, 2019, 11:03 PM IST
અમદાવાદ:  શહેર કોટડા પોલીસે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો નકલી DYSP ઝડપ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં એક બાજુ પોલીસની જવાનોની ઘટ પડી રહી છે. ત્યારે હવે રાજ્યમાં ઠેર-ઠેર પોલીસ વર્ધીમાં ફરી રહેલી નકલી પોલીસના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાંથી નકલી ડીવાયએસપીની શહેર કોટડા પોલીસે ઝડપી લીધા છે. 

શહેર કોટડા પોલીસે ઝડપેલા આ નકલી ડીવાયએસપી લોકો પાસે પોલીસ વર્ધી પહેરીને લોકો પાસે રૂપિયા ઉઘરાવતા શખ્શની ધરપકડ કરી છે. નકલી પોલીસ બનીને લોકો પાસે રૂપિયા પડાવતા આ શખ્શનું નામ દિનેશ મહેરિયા છે. અને છેલ્લા કેટલાક સમયથી આ વ્યક્તિ લોકો પાસે પોલીસ વર્ધી પહેરીને રૂપિયા પડાવતો હતો.

સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?

અમદાવાદ શહેર કોટડા પોલીસે મેમ્કો ચાર રસ્તા પરથી નકલી પોલીસ બનીને લોકો પાસે રૂપિયા પડાવતો શખ્શ પોલીસે ઝડપી લીધો છે. આ નકલી ડીવાયએસપી એ કેટલા લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવ્યા અને કેટલા લોકો તેની સાથે મળેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.