CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આવતીકાલે 74 પરિવારજનોને કરાશે સન્માનિત, જાણો કેમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 74 અંગદાતાઓ થકી જુદા જુદા 235 અંગો મેળવવામાં સફળતા મળી છે. અંગદાનનાં માધ્યમથી મળેલા અંગોને કારણે અત્યાર સુધીમાં 212 લોકોનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે.

CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આવતીકાલે 74 પરિવારજનોને કરાશે સન્માનિત, જાણો કેમ

અતુલ તિવારી/અમદાવાદ: છેલ્લાં કેટલાંક સમયથી લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો અંગદાન કરતા થયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરનાર દાતાઓના પરિવારજનોને સન્માનિત કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે (બુધવાર) ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે 74 પરિવારજનોને સન્માનિત કરાશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને રીટ્રાઈવલ સેન્ટર તરીકે ડિસેમ્બર 2020 થી માન્યતા મળ્યા બાદ અંગદાન અંગે સતત સમાજમાં જનજાગૃતિ ફેલાઈ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 74 અંગદાતાઓ થકી જુદા જુદા 235 અંગો મેળવવામાં સફળતા મળી છે. અંગદાનનાં માધ્યમથી મળેલા અંગોને કારણે અત્યાર સુધીમાં 212 લોકોનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે.

સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ અને અન્ય કેટલીક સંસ્થાઓ સતત અંગદાન અંગે જાગૃતિ આવે અને બ્રેઈન ડેડ દર્દીના પરિવારજનોને અંગદાન અંગે સમજ આપવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ભવિષ્યમાં અંગો માટે વેઇટિંગ પીરીયડ ઘટે, કોઈ જીવિત વ્યક્તિએ અન્ય જીવિત વ્યક્તિને અંગ નાં આપવા પડે એવો પ્રયાસ કરી રહ્યા છે. 

તેમણે જણાવ્યું કે, ડોક્ટરો જેમને બ્રેઇનડેડ જાહેર કરે છે, ત્યારબાદ દર્દીના પરિવારજનોને સમજાવીને અમે અંગદાન માટે સમજ આપતા હોઈએ છીએ. કિડની કે લીવરની સમસ્યા હોય તો એના ઈલાજ માટે વિકલ્પ મળી રહે છે પણ હ્રદય અને ફેફસા કોઈ જીવિત વ્યક્તિ ઈચ્છે તો ય અન્ય જીવિત વ્યક્તિને આપી શકાતા નથી. અંગદાન દ્વારા હ્રદય અને ફેફસા પણ સિવિલ હોસ્પિટલને મળ્યા છે, જેના કારણે અનેક દર્દીઓના જીવનમાં પ્રકાશ ફેલાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news