અંગદાન

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં દેશભરમાં અમદાવાદનો ડંકો વાગ્યો, IKDRC એ બનાવ્યો રેકોર્ડ

કિડનીની સમસ્યાથી પીડિતા બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ મામલે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ (kidney hospital) દેશભરમાં મોખરે છે. અંગદાન અંગે સમાજમાં સતત જાગૃતિ વધતા વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા મામલે અવ્વલ છે. છેલ્લા 10 મહિનામાં કિડની હોસ્પિટલ દ્વારા 26 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ (kidney transplant) કરાયું. છેલ્લા માત્ર બે મહિનામાં 9 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં IKDRC સફળ રહ્યું.

Nov 12, 2021, 09:56 AM IST

જુનાગઢના દર્દીનું હૃદય મોરબીના દર્દીમાં ધબક્યુ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસની પહેલી ઘટના

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હાર્ટ ડોનેશનમાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (civil hospital) માં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હૃદયનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી. જૂનાગઢના મુકેશસિંહ સોલંકીના હૃદય (heart transplant) ને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ. 

Sep 17, 2021, 04:34 PM IST

અંગદાન મહાદાન : સુરતના રત્ન કલાકાર મરતા પહેલા બે લોકોને જીવાડી ગયા

  • ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ડૉ.બાલા ક્રિષ્ણન અને તેમની ટીમ દ્વારા કરાયું
  • લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરાયું

Aug 8, 2021, 12:32 PM IST

અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી 8 લોકોને આપ્યું જીવતદાન

સુરતની આયુષ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનું ૨૭૨ કિ.મીનું અંતર ૧૩૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં તબીબો  તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

Oct 30, 2020, 01:35 PM IST

અભિનેત્રી પાયલ ઘોષે લીધો આ નિર્ણય, જાણીને કરશો સેલ્યૂટ- PHOTOS

અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ એક એવી જાહેરાત કરી દીધી છે જેને લઇને દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ જે સમાચાર સામે આવ્યા છે તેને લઇને એક્ટ્રેસ ખૂબ ચર્ચામાં છવાઇ ગઇ છે. 

Jul 18, 2020, 10:44 AM IST

રાજકોટ: બોટાદના 'વેદ'એ આપ્યું ત્રણ જિંદગીને જીવન, થઇ ગયો અમર, સમાજને ચિંધી નવી રાહ

રાજકોટમાં આજે પ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બોટાદના માધ્યમ વર્ગના 2 વર્ષીય 'વેદ'ને બ્રેઇન ટ્યુમર હોવાથી રાજકોટમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયું હતું. પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયા 'વેદ'ને અન્ય જિંદગીમાં હૈયાત રાખવાનો નિર્ણય કર્યો હતો. વેદની બન્ને કિડની અને આંખો દાન કરી અને 'વેદ' એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગીને જીવન આપી ગયો છે.

Jun 1, 2020, 03:00 PM IST

સુરત: બ્રેઇનડેડ વ્યક્તિએ અંગદાન કરીને પાંચ લોકોને નવજીવન આપ્યું, 100 મિનિટમાં હૃદય મુંબઇ

સુરતમાંથી 32માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. સુરતના 44 વર્ષીય બ્રેનડેડ યુવકનાં હૃદય, કિડની, લિવર અને આંખોનુ દાન કરીને યુવકે પાંચ નવા લોકોને નવજીવન આપ્યું છે. યુવકનાં હૃદયને સુરતથી 100 મિનિટમાં મુંબઇ ખાતે પહોંચાડીને મહિલામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભેસ્તાનના સિદ્ધાર્થનગરમાં રહેતા બિપીન રઘુભાઇ પ્રધાન (ઉ.વ 44) પરિવાર સાથે રહેતા હતા. 9 તારીખે તે ઘરે જમવા માટે આવ્યા ત્યારે અચાનક તેને બેચેની વર્તાતા હોસ્પિટલ લઇ જવાયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરતા જમણીબાજુના નગરની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 13 માર્ચના રોજ તેને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો.

Mar 15, 2020, 06:13 PM IST
Surat Elder Man Gives Life To 4 Persons PT1M12S

સુરતના વૃદ્ધે 4 વ્યક્તિઓને આપ્યું જીવનદાન

દાનવીર કર્ણની નગરી સુરતથી 26મું ધબકતું હૃદય દાન કરવામાં આવ્યું છે. મૂળ ઓરિસ્સાના બ્રેન ડેડ વૃદ્ધનું હૃદય દાન કરવામાં આવ્યું છે. બ્રેન્ડેડ બિપીનના પરિવારના નિર્ણયના કારણે ચાર લોકોને જીવનદાન મળ્યું છે. સુરતથી મુંબઈ ધબકતું હૃદય ગતિન કોરિડોરથી લઈ જવામાં આવ્યું હતું. હૃદય, લીવર, કિડની અને નેત્રનું દાન કરવામાં આવ્યું છે.

Mar 15, 2020, 05:35 PM IST

નવા વર્ષના દિવસે બ્રેઈનડેડ થયેલા 9 વર્ષના સમીરને કારણે 5 લોકોને નવુ જીવન મળ્યું

સુરત (surat) ની ડોનેટ લાઈફ સંસ્થા બ્રેઇન ડેડ (Brain Dead) વ્યક્તિઓના અંગદાન (Organ Donation) માટે તેમના પરિવારજનોને જાગૃત કરે છે અને અન્ય લોકોને નવજીવન બક્ષવાના વિચારો ફેલાવે છે. સુરતના હિન્દુ સુથાર સમાજના અલ્પેશ મિસ્ત્રી અને તેમના પરિવારે પોતાના એકના એક વ્હાલસોયા નવ વર્ષના પુત્ર સમીર બ્રેઈનડેડ થતા તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. પરિવારે સમાજને નવી દિશા બતાવી. બ્રેઇનડેડ સમીર અલ્પેશ મિસ્ત્રીના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Oct 31, 2019, 03:39 PM IST
Bhakti Sanagam Worshiping In The Dwarka Gomti Ghat PT6M37S

ભક્તિ સંગમ: ગોમતી ઘાટમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ

આમ તો જયા દ્વારકા ઘીસ જગત નો તાત બિરાજે તેવા દ્વારકા ધામ નાં જગત મંદિર ના 56પગથિયે આવેલ પવિત્ર ગોમતી નદી આવેલી છે ખળ ખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતી આં ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશ વિદેશ થી લોકો અહી પોતાના સ્વજન નાં મૃત્યુ બાદ તેમના અસ્થી વિસર્જન કરવા અહી આવે છે અને મૃતક સ્વજન ને મોક્ષ ની પ્રાપ્તિ અર્થે આહી આવે છે તેમ શ્રાદ્ધ નાં માસ માં તેમજ બારે માસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે. બ્રહ્મણ પાસે વિધિવિધાન થી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃ ઓ ને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતી સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકા ઘીસ નાં દરસન કરી આં પુન્પ્રાપ્ત કરે છે.માટે મુક્તિ અને મોક્ષ નું આં પરમ વિષ્ણુ ધામ દ્વારિકા માં ભાદરવા માસ માં પિતૃ તર્પણ માટે શેષઠ માનવામાં આવે છે.અહી ગોમતી નદી ના નારાયણ ઘાટ પર પિંડ દાન નું મહત્વ રહેલું છે.

Sep 24, 2019, 09:30 AM IST
Bhakti Sanagam Importance Of Organ Donation In Shradh PT8M53S

ભક્તિ સંગમ: શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે

શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે. અંગદાન કરવાથી કેવા ફળની પ્રાપ્ત થયા છે.

Sep 23, 2019, 09:20 AM IST

બ્રેઇનડેડ મહિલાએ 6 લોકોને આપ્યું નવજીવન, સુરતમાંથી બીજી વખત ફેંફસાનું દાન

ટેક્સટાઇલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાઓની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું છે.

Jun 22, 2019, 09:04 AM IST

ગુજરાતનો પ્રથમ કિસ્સો: બ્રેઇન ડેથ વ્યક્તિના ફેફસા દાન કરાયા, 7 લોકોને મળશે નવજીવન

અત્યાર સુધી હાર્ટ ડોનેટ કરીને નવજીવન આપવાની વાત તો સાંભળી હતી. જો કે ગુજરાતમા સૌ પ્રથમવાર એક બ્રેનડેડ યુવાનના ફેંફસા દાન કરી પરિવારજનોએ માનવતા મહેકાવી છે. સુરતના  કીડની, લીવર, હાર્ટથી સાત લોકોને નવજીવન આપવામાં આવ્યુ છે.

May 16, 2019, 07:07 PM IST

જામનગર: જુવાન જોધ દીકરાને પરિવારે મૃત્યુ બાદ પણ આ રીતે ' જીવતો' રાખ્યો

જામનગરના બ્રેનડેડ યુવાનના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન મળશે. સુરતમાં કાર અકસ્માતમાં બ્રેનડેડ થયેલા જામનગરના વતની નીરજ વિનોદભાઈ ફલિયાના હૃદય, બે આંખ, બે કિડની,લીવર સહિતના અંગોનું દાન કરવાનું પરીવારે નક્કી કર્યું અને ચાર થી પાંચ વ્યક્તિઓને નવજીવન આપીને આ પરિવારે માનવતા મહેકાવી છે. 

Jan 4, 2019, 10:25 AM IST

રાખી સાવંતને દાન કરવા છે એના સ્તન! Videoમાં કરી જાહેરાત

રાખી સાવંત પોતાના વિવાદીત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Sep 23, 2018, 03:35 PM IST

અંગદાનની ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે: રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતની મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પ્રથમ વખત સુરત પધાર્યા છે અને તે ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ એરપોર્ટથી સીધા જ સરસાણા ખાતેના ડોનેટ લાઇફના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં અંગદાન કરનારા લોકો સાથે મુલાકાત કરી હતી અને અંગદાન કરનારા લોકોનું સન્માન પણ કર્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે. સુરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે.

May 29, 2018, 04:31 PM IST