અધિકારીઓને હવે CMનો પણ નથી લાગતો ડર, ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ ખેંચી ઊંઘ!

આજે CMની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર રીતસરના ઊંઘી ગયા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલ ભુજના વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ જબરદસ્ત ઊંઘ ખેંચી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.

અધિકારીઓને હવે CMનો પણ નથી લાગતો ડર, ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ ખેંચી ઊંઘ!

ઝી બ્યુરો/કચ્છ: સરકારી અધિકારીઓને હવે જાણે મુખ્યમંત્રીનો પણ ડર લાગી રહ્યો ન હોય તેમ વર્તી રહ્યા છે. આજે કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં સભામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતાં હતા અને ભુજ પાલિકાના ચીફ ઓફિસર ઘોર નિદ્રા માણી રહ્યા હતા. જી હાં. આજે CMની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર રીતસરના ઊંઘી ગયા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલ ભુજના વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ જબરદસ્ત ઊંઘ ખેંચી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.

વાત જાણે એમ છે કે આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સીએમની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર ઊંઘી રહ્યા છે. જાણે અધિકારીઓને હવે મુખ્યમંત્રીનો પણ ડર લાગતો ન હોય તેમ ભુજ પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા ઝડપાયા હતા. અહીં સભામાં CM વિકાસની વાતો કરતા હતા અને ચીફ ઓફિસર ઘોર નિદ્રા માણી રહ્યા હતા.

મહત્વનું છે કે, આજે કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કચ્છી શાલ અને પુષ્પગુચ્છ આપી સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીને આવકાર્યા હતા. 2001ના ગોજારા ભૂકંપમાં પુનર્વસનની કામગીરી કરાઇ હતી. જે તે વખતે નવી રિલોકેશન સાઈડો વિકસિત કરાઈ હતી અને લોકોને આવાસો મળ્યા, પરંતુ 22 વર્ષ સુધી સનદ મળી ન હતી, ત્યારે આજે 14 હજાર સનદ તૈયાર થઈ ગઈ છે. જેમાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટોકન રૂપે 20 લાભાર્થીઓને સુપ્રત કરાઈ હતી. કચ્છના 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ અને ભુજની રિલોકેશન સાઇટના 3300 લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા.

મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે કચ્છના લોકોના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. જેથી સૌ માટે આનંદની ક્ષણ છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ એવી હતી કે, કચ્છ બેઠું થશે કે નહીં તે પણ એક પ્રશ્ન હતો. જોકે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે અનન્ય પ્રેમ રહ્યો છે. વડાપ્રધાને કચ્છ માટે જે પણ કરવું પડે તે કરીને આજે કચ્છને બીજા જિલ્લાઓ સમકક્ષ જ ઝડપથી વિકાસ કરતું બનાવ્યું છે. 

તેમણે ઉમેર્યું હતું કે, કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયત્નોથી અનેક વેપાર ઉદ્યોગો આવ્યા છે. પાણી સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારે સૌથી વધારે નાણાં કચ્છ જિલ્લા માટે ફાળવ્યા છે. મુખ્યપ્રધાન આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને પોતાના આવાસો મળ્યા છે. કચ્છમાં ધરતીકંપ આવ્યો અને લોકોના ઘર પડી ગયા. પુનર્વસન થકી નવા બનાવેલા મકાનોનું પોતાપણું આજે સનદ દ્વારા પૂર્ણ થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news