CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા આપતા કહી ખાસ વાત...જાણો શું સંકલ્પ લેવા કહ્યું

મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2078નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. 

  • દિવાળીના તહેવારો-ઉત્સવોમાં સકારાત્મકતાની દીપ જ્યોત ઝળહળાવીએ
  • પ્રત્યેક ગુજરાતી માટે દિપાવલી અને નૂતનવર્ષ પ્રકાશ પર્વ સાથે વિકાસ પર્વ બને
  • આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’નો સંકલ્પ સાકાર કરીએ

Trending Photos

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા આપતા કહી ખાસ વાત...જાણો શું સંકલ્પ લેવા કહ્યું

ઝી ન્યૂઝ/ બ્યુરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે દિપાવલી શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથો સાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે. 

મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2078નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. 

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીયે. સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત 2078ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતીઓ સામાજિક, આર્થિક, વાણિજ્યીક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા દર્શાવી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news