CM રૂપાણીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું

CM રૂપાણીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું
  • બનાસ ડેરી દ્વારા 77 લાખ રૂપિયાના ખર્ચથી તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ કલાકે 5૦ ક્યુબીક મીટર ઓક્સિજન બનશે

અલ્કેશ રાવ/બનાસકાંઠા :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાવ્હાલા અને મેડિકલ સ્ટાફ સાથે મળીને ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ છે. બનાસ ડેરી દ્વારા 77 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ કલાકે 50 ક્યુબીક મીટર ઓક્સિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે 7 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. 24 કલાકમાં 168 જેટલાં ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. રોજના આ ઓક્સિજન પ્લાન્ટમાંથી 12.60 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાશે. તો ઉદઘાટન બાદ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની બનાસ કોવિડ -19 હોસ્પિટલમાં પહોંચી મેડિકલ સ્ટાફ દર્દીઓ અને તેમના સગાવહાલાઓના ખબર અંતર પણ પૂછ્યા હતા. 

બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેમણે ફરીથી પોતાની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતાં. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડિકલ સ્ટાફને મળી તેમના ખબર- અંતર પુછી અભિવાદન કરી ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. 

બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ કલાકે 50 ક્યુબીક મીટર ઓક્સિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે 7 જેટલાં જમ્બો ઓક્સજન સિલિન્ડર ભરી શકાશે. આમ ૨૪ કલાકના ૧૬૮ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના ૧૨.૬૦ લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન આ પ્લાન્ટ દ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news