Gujarat Elections 2022: કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ, જાણો કેમ થઈ ગોઠવણમાં ગડબડ!

Gujarat Election 2022: કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધનની રહી સહી આશા ઉપર પણ હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે.

Gujarat Elections 2022: કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ, જાણો કેમ થઈ ગોઠવણમાં ગડબડ!

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટો ઉલટફેર જોવા મળી શકે છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસે ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેથી ગઠબંધનના સમીકારણો રોળાઈ ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથે ગઠબંધન થયું હતું. આ વખતે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, જ્યારે ઝગડીયાથી ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. જેથી રાજ્યસભા ચૂંટણીઓમાં બીટીપીના મત કોંગ્રેસને ના મળતા ગઠબંધન તૂટ્યું છે. 

કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધનની રહી સહી આશા ઉપર પણ હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથે આ બંને બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન થયું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે તો ઝગડીયા બેઠક પર ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. રાજ્યસભા ચૂંટણીઓમાં બીટીપીના મત કોંગ્રેસને ના મળતાં આ વખતના મહાસંગ્રામમાં કોંગ્રેસ-બીટીપીનું ગઠબંધન તૂટ્યું છે. 

મોટી વાતો જોઈએ તો ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલા 46 ઉમેદવારોમાં પોતાના ધારાસભ્યોને રિપીટ કર્યા છે. બીજી યાદીમાં કોંગ્રેસે 3 મહિલાને ટિકિટ આપી છે. આ યાદીમાં 4 મુસ્લિમ ચહેરાઓને કોંગ્રેસે ટિકિટ આપી છે. અબડાસા, વાંકાનેર, વાગરા અને સુરત પૂર્વમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. 

અબડાસામાં મહમદ જત, વાંકાનેરમાં સીટિંગ ધારાસભ્ય મોહમ્મ્દ જાવેદ પીરઝાદા, વાગરામાં સુલેમાન પટેલ અને સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસ અસલમ સાયકલવાલાને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદીમાં3 SC અને 7 ST સીટના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 43 ઉમેદવાર હતા તો બીજી યાદીમાં 46 ઉમેદવાર જાહેર કરાયા છે. કુલ મળીને પ્રથમ-બીજી યાદીના 89 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અને પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. 

જો કે પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી કોંગ્રેસને હજુ 20 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, એટલે કે પ્રથમ તબક્કા માટે કોંગ્રેસે હજુ સુધી 69 ઉમેદવાર જ જાહેર કર્યા છે. બાકીના 20 ઉમેદવાર બીજા તબક્કામાં જે મતદાન થવાનું છે તે બેઠકોના જાહેર કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news