પ્રથમ તબક્કાની આ 20 બેઠકો પર ગુજરાત કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! જાણો મૂંઝવણ પાછળના કારણો

ગુજરાત કોંગ્રેસ ચૂંટણીના પ્રથમ તબક્કાની 20 બેઠક પર હજુ પણ અસમંજસમાં છે. હજુ સુધી કોંગ્રેસ 20 બેઠકના ઉમેદવારો જાહેર કર્યા નથી. કચ્છની 1, સૌરાષ્ટ્રની 14, દક્ષિણ ગુજરાતની 5 બેઠકને લઈ ગુજરાત કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે.

પ્રથમ તબક્કાની આ 20 બેઠકો પર ગુજરાત કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! જાણો મૂંઝવણ પાછળના કારણો

ગૌરવ દવે/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 36 ધારાસભ્યોને પડતા મુકાયા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી હજુ 5 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. બીજી બાજુ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. 

ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. આ સાથે જ કોંગ્રેસ અનેક ધારાસભ્યોને રિપીટ કર્યાં છે. 

કોંગ્રેસનો કઈ 20 બેઠકો પર પેચ ફસાયેલો છે?
ગુજરાત કોંગ્રેસ ચૂંટણીના પ્રથમ તબક્કાની 20 બેઠક પર હજુ પણ અસમંજસમાં છે. હજુ સુધી કોંગ્રેસ 20 બેઠકના ઉમેદવારો જાહેર કર્યા નથી. કચ્છની 1, સૌરાષ્ટ્રની 14, દક્ષિણ ગુજરાતની 5 બેઠકને લઈ ગુજરાત કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. હવે તમને જણાવીએ કે કોંગ્રેસનો કઈ બેઠક પર પેચ ફસાયેલો છે. જેમાં રાપર બેઠક પર સંતોકબેનને ટિકિટ આપવા મુદ્દે કોંગ્રેસ મુંઝવણમાં છે. જંબુસરના સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકીને લઈ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. 

આ સિવા મોરબીમાં મનોજ પનારા, કિશોર ચીખલિયાને લઈ પણ અસમંજસની સ્થિતિ છે. ધ્રાંગધ્રામાં પાટીદાર કે કોળીમાંથી કોઈ એકની પસંદગી કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીથી સમીકરણ બદલાયા છે. અશોક ડાંગરને તૈયારી કરવા જણાવ્યા બાદ ઇન્દ્રનીલની ઘરવાપસીના અણસાર દેખાઈ રહ્યા છે. ધોરાજીમાં ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ પસંદગી થશે. ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ નિર્ણય લેશે. તાલાલામાં ભગા બારડ ભાજપમાં જતા ક્ષત્રિયની પસંદગીને લઈ વિલંબ થઈ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતની 5 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવાના બાકી 
દક્ષિણ ગુજરાતની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી અને ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. ધરમપુરમાં કોંગ્રેસ જુના જોગીને મેદાનમાં ઉતારવા કે નવાઓને લઇ મૂંઝવણમાં છે. પૂર્વ સાંસદ કિશન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ પ્રબળ દાવેદાર છે. આદિવાસી આંદોલનનો ચહેરો કલ્પેશ પટેલ છે. નવસારીમાં કોંગ્રેસને યોગ્ય ચહેરો ના મળતા નામ જાહેર ના કરાયું. બીજી બાજુ કોંગ્રેસ જંબુસરમાં સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકીના સ્થાને અન્યને લડાવવા વિચારણા કરી રહ્યું છે. 

અગાઉ વિધાનસભા લડી ચૂકેલ સંદીપ માંગરોળા માટે પણ લોબિંગ થઇ રહ્યું છે. ભરૂચમાં ભાજપે દુષ્યંત પટેલને કાપતા કોંગ્રેસ યોગ્ય પાટીદાર ચહેરાની શોધમાં છે. ભરૂચમાં જયકાંત પટેલ અને વનરાજસિંહ મહિડા નામ ચર્ચામાં છે. નાંદોદમાં સીટિંગ ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાને રિપીટ કરવા કે નહિ એની લઈને પણ અવઢવ ચાલી રહી છે. પ્રેમસિંહ વસાવા સાથે હરેશ વસાવા અને રણજીતસિંહ તડવીના નામ પર કોંગ્રેસ ચર્ચા કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news