ફરી ટિકિટનું ભૂત ધુણ્યું! ગુરૂરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર કર્યા અતિ ગંભીર આક્ષેપ, કહ્યું; 'કોંગ્રેસ વેચાયેલી-થાકી ગયેલી પાર્ટી છે....'
Gujarat Election 2022: કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ અપાતી હોવાનું ભૂત ફરી ધૂળ્યું છે. આજે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજસિંહ ચૌહાણે મોટો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ના મળવાના કારણે અનેક નેતાઓ નારાજ થયા છે. ત્યારે કોંગ્રેસમાં દહેગામ બેઠક પર કામીનીબા રાઠોડનું નામ કપાતા ભારે ઉહાપોહ મચ્યો છે. કામીનીબા રાઠોડનો ટિકિટને લઈને ભાવતાલ થતો એક કથિત ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે આ દિશામાં વધુ એક નેતાએ સૂરમાં સૂર પુરાવ્યો છે. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજસિંહ ચૌહાણે ટિકિટને લઈને મોટા આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ અપાતી હોવાનું ભૂત ફરી ધૂળ્યું છે. આજે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજસિંહ ચૌહાણે મોટો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે રૂપિયા 2થી 9 કરોડમાં ટિકિટનો સોદો થયાનો દાવો કર્યો છે. હાલોલમાં કોંગ્રેસના નબળા ઉમેદવારને ઉભા રાખવા સેટિંગ થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે પૂર્વ મંત્રી અને ધારાસભ્યનું નામ લીધા વિના સોદાબાજીના આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, એક રાતમાં ત્રણ મેન્ડેટ કેન્સલ થયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ગુરૂરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કોંગ્રેસ વેચાય ગયેલી પાર્ટી છે.
કોંગ્રેસમાં ટીકીટની સોદાબાજીનું ભૂત હાલોલમાં પણ ધૂળ્યું છે. યુવક કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરુરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર અતિ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે દાવા સાથે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં 2 થી 9 કરોડમાં ટિકિટનો સોદો થયો છે. હાલોલમાં નબળો ઉમેદવાર ઉભો રાખવા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારોએ સેટિંગ કર્યું છે. ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય પર નામ લીધા વિના સોદાબાજીના આક્ષેપ કરતા જણાવ્યું કે છેલ્લી ઘડીએ કરોડોના વહીવટો કરે છે.
ગુરુરાજ સિંહ ચૌહાણે પ્રભારી ઉષા નાયડુ પર સોદાબાજીના આક્ષેપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પર ભરોસો ના રાખવો જોઈએ. ઉમેદવારો માટે 2 વર્ષથી નિરીક્ષકો મૂકી સર્વે કર્યો છતાં નબળા ઉમેદવારને મેન્ડટ આપ્યું છે. એક રાતમાં ત્રણ વખત મેન્ડેટ બદલાયા છે. મારું પણ મેન્ડેટ આવ્યું હતું, પરંતુ અચાનક કેન્સલ થયું. મને ફોન આવ્યો હતો કે તમને ઉમેદવાર બનાવવા જઈ રહ્યા છીએ અને છેલ્લા દોઢ કલાકમાં બીજાનું નામ જાહેર થયું હતું. જેથી હું આશ્ચર્યમાં મૂકાયો હતો.
તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ વેચાયેલી અને થાકી ગયેલ પાર્ટી છે. કોંગ્રેસની ડિપોઝીટ ડુલ થવાની છે. કોંગ્રેસ અને ભાજપે હાલોલ બેઠક માટે સાથે મળીને સેટિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે નારાજ થયેલ ગુરુરાજસિંહ ચૌહાણે ગઈકાલે (ગુરુવાર) શહેર કોંગ્રેસ મહામંત્રી સહિત તમામ હોદ્દાઓ પરથી પોતાની ટીમ સાથે રાજીનામુ આપી દીધુ છે.
કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ
દહેગામના પૂર્વ MLA કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લીપમાં કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે. ઓડિયો ક્લીપમાં તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કોંગ્રેસની ટિકિટ પૈસાથી વેચાય છે. આ ક્લીપમાં ભાવિન નામનો શખ્સ ટિકિટ માટે વાતચીત કરી રહ્યો છે. જેમાં તેઓ 70, 50 લાખ જેટલી રકમનો વાતચીતમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. પરંતુ ZEE 24 કલાક આ કથિત ઓડિયો ક્લીપની પુષ્ટી કરતું નથી.
ઓડિયો ક્લીપ પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા
દહેગામના પૂર્વ MLA કામીનીબાની ઓડિયો ક્લીપ પર ગુજરાત કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા હિમાશું પટેલે કામીનીબાના આરોપ ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ટિકિટ ન મળે એટલે આવા આરોપ કરવા યોગ્ય નથી. ટિકિટ ન આપવાના ઘણા કારણો હોય છે. મને પણ ટિકિટ મળી ન હતી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે