વલસાડ: ગાંધીના ગુજરાતમાં ગોડસે પ્રેમ? શાળામાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાથી વિવાદ

વલસાડની એક ખાનગી શાળામાં જિલ્લાકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. બાળ સ્પર્ધા અંતર્ગત સોમવારે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયેલા વિષયોને લઇને ભારે વિવાદ સર્જાયો છે.

વલસાડ: ગાંધીના ગુજરાતમાં ગોડસે પ્રેમ? શાળામાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાથી વિવાદ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડની એક ખાનગી શાળામાં જિલ્લાકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. બાળ સ્પર્ધા અંતર્ગત સોમવારે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયેલા વિષયોને લઇને ભારે વિવાદ સર્જાયો છે.

ધોરણ-5 થી 8 ના 11 થી 13 વર્ષ ના બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પસંદ કરાયેલા ૩ પૈકી, 'મારો આદર્શ નાથુરામ ગોડસે' વિષય ઉપર વિવાદ સર્જાયો. ગાંધીજીની નિંદા કરનાર તથા ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાના 7 થી 12 વર્ષની વર્ષ બાળકોના કુમળા ‘વિષયોની પસંદગી સ્થાનિક સ્તરેથી કરાઈ હતી. 

નવાઈની વાત એ છે કે સ્પર્ધા બાબતે શિક્ષણ વિભાગ અજાણ હોવાનું કહેવાયું છે. ત્યારે ગોડસેને હીરો બતાવનનારને વિજેતા જાહેર કરતા અનેક સવાલ ઉઠ્યા છે. જે ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય છે ત્યાં ગોડસેના ગુણગાન?

વધુ વિગતો માટે જુઓ Video

જિલ્લા યુવા વિકાસ અધિકારી સસ્પેન્ડ
આ સમગ્ર કેસને પગલે યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી એક્શનમાં જોવા મળી રહ્યા છે. વલસાડના જિલ્લા યુવા વિકાસ અધિકારીને તાબડતોબ સસ્પેન્ડ કરવામાં આવ્યા. DyDO મીતાબહેન ગવલીને સસ્પેન્ડ કરાયા. ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીઓએ પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષની વર્ષ બાળકોના આ વકૃત્વ સ્પર્ધાના વિષયોની પસંદગી સ્થાનિક સ્તરેથી કરાઈ હતી'. ત્યારે ગોડસેને હીરો બતાવનનારને વિજેતા જાહેર કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news